Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઇસુદાન ગઢવી - ગોપાલ ઇટાલીયાનો વિસાવદર પંથકના પ્રવાસનો ગોઠવાતો તખ્તો : ધુરંધરોને 'આપ'માં જોડાવાની કવાયત ? : રાજકિય હલચલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૨ : આમ આદમી પાર્ટીનાં ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઈટાલીયાનો વિસાવદર પંથકનાં પ્રવાસનો તખ્તો ગોઠવાઈ રહ્યાનુ અને ધુરંધરોને 'આપ'માં જોડવાની અંદરખાને જોરદાર કવાયત ચાલી રહ્યાની ચોરેને ચૌટે ચર્ચાતી રાજકીય ચર્ચાએ સમગ્ર પંથકમાં જબરી ઉત્કંઠા વ્યાપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,હજુ બે દિવસ પહેલાં જ જૂનાગઢ ખાતે ઈસુદાન ગઢવીની ઉપસ્થિતમાં વિસાવદર તાલુકાના જિલ્લા પંચાયતનાં કોંગ્રેસના પૂર્વ સદસ્ય મુનેશભાઇ પોંકિયા,તાલુકા પંચાયતનાં પૂર્વ સદસ્ય સુભાષભાઇ ગોંડલિયા,ભાજપનાં પૂર્વ સદસ્ય હરસુખભાઈ બોરડ સત્ત્।ાવાર 'આપ'માં જોડાઈ જતા વિસાવદર પંથકમાં આમ આદમી પાર્ટીમાં વધુ આગેવાનો-કાર્યકરો 'આપ'માં જોડાવા ઉત્સુક હોવાની રાજકીય હવા ઉભી થઈ છે.વિસાવદર તાલુકાના મોણીયા ગામે ચારણી દેવી માં નાગબાઈ માતાજીનુ મંદિર હોય,ઈસુદાન ગઢવી આ મંદિરે દર્શન કરી વિસાવદર પંથકમાં રાજકિય પ્રવાસનો પ્રારંભ કરશે તેમ મનાઈ રહ્યુ છે.

(1:18 pm IST)