Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પોરબંદરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી તથા લેવલ વિના'ના પેવર બ્લોકથી વરસાદના ભરાતા પાણી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: રાષ્ટ્રપિતાની જન્મભૂમિ અને ભકત સુદામાની કેન્દ્રએ વિશિષ્ટ દરજો આપી અમર્યાદિત કેન્દ્ર સરકારી ગ્રાન્ટ મંજૂર કરેલ છે. જેમાં પ્રથમ તબક્કે ૮૭૨ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર ને મોકલ્યા આ રકમ એન. ડી.એ.  યાને ( યુ.તિ.સરકાર )નાં  વડાપ્રધાન ડો. મનમોહન સિંહ એ રૂપિયા ૮૭૨ કરોડ રૂપિયા નું ગ્રાન્ટ નો પ્રથમ હપતો ભાજપની ગુજરાત સરકાર ને મોકલ્યો આ ગ્રાન્ટ પૂર્વ ધારાસભ્ય અર્જુભાઈ મોઢવાડીયા તેમજ રાજય સભાના અહેમદભાઇ પટેલના પ્રયત્નોથી આ ગ્રાન્ટ આવેલ.

ગુજરાત સરકારએ આ ગ્રાન્ટ પાણી પુરવઠા બોર્ડ  વિભાગને સુપ્રત કરેલ અને ગાંધીનગરથી આ ગ્રાન્ટ પોરબંદર પાણી પુરવઠા કચેરીને મોકલવામાં આવેલી છે. અને તેમના હસ્તક કામગીરી હાથ ધરાતી પરતું રાજકીય દાવ પેચમાં કોન્ટ્રાકટર કામ કરી શકવાની પરિસ્થિતિમાં નથી. એક માફિયાગિરિ ચર્ચિત બની છે. અને નગરપાલિકા  હસ્તક અને અવારનવાર વિકાસની કામગીરી વિવાદિત રીતે અખબાર ને પાને ચમકતી રહેતી હોઈ છે. સરકાર માં પણ રજૂઆત થતી રહી છે અને મીડિયા પણ લોકજાગૃતિ અને સરકાર ને જાગૃત કરવા સમાચાર સ્વરૂપે પ્રસિદ્ઘ થતી રહે છે.

ભૂગર્ભ ગટરની કામગીરી નિષ્ફળ ગઈ જયારે પેવર બ્લોક ના કામ પણ લેવલ વગર ના બન્યા તેની આ જીવંત સાક્ષી પુરે છે. માણેક ચોક થી પશ્યિમે હોળી ચકલા સુધી નો રોડ પર બ્લોક પાથરવા માં આવ્યા છે. તેનું કયાંય લેવલ જોવા મળતું નથી. માણેક ચોક ખાતે આવેલ પ્રખ્યાત ફરસાણ ની દુકાન ભગવતી સ્વીટ અને ફરસાણ ની બાજુ માં જીતેન જવેલર્સ અને સામે રતી ભાઈ જવેલરી ની દુકાન વચ્ચે થી જે અભેચંદ ભાણજી કે તે મૂળ કંસારા બજાર માં પ્રવેશ તા જ લેવલ વગરનું કામ છે.

ખાડામાં પાણી ભરાય છે. તેના લીધે લોકો આ બંને જવેલર્સ ના ઓટલા નો સહારો લઇ લોકો પસાર થાય છે. પ્રથમ વરસાદ એક ઇંચ કરતા વધુ પડતાં લેવલ વગરનાં રોડનું પાણી ખૂણા ઉપરની દુકાનોમાં ઘુસી ગયેલ તેમજ માણેક ચોક થી પારેખ ચકલા સુધી પાણીનો ભરાવો થતાં દુકાનના પગથિયાં એટલે કે એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા. ખાડામાં તળાવ જેવું વાતાવરણ સર્જન થયું. અને ભૂર્ગભ ગટર ભરાય ગયેલ કારણ કે તે બુરાય ગયેલી છે અને સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. તેનું પણ કયાંય લેવલ નથી.

માણેક ચોકના દક્ષિણ તાક થી અરબી સમુદ્ર કિનારે જતાં કસ્તુરબા ગાંધી રોડ યાને જૂનો મોરિસન રોડ અધવચ્ચે શાક માર્કેટનાં દરવાજાથી છ ફૂટના અંતરે તેમજ પ્રભુદાસ બ્રધર્સ ની ચાર ફૂટ ના અંતરે ભૂર્ગભ ગટર ની ચેમ્બર આવેલ છે. જે રોડ કરતા ત્રણ થી ચાર ઇંચ ઊંચી છે. કોઈ પણ સંજોગમાં પાણીનો નિકાલ થાય નહિ અને અહીંયા આ વિસ્તારમાં મોટું ખબોચિયું ભરાય છે. પાણી નિકાલ થતો નથી બાજુમાં ગટર છે. ગટરનું લેવલ ત્રણ થી ચાર ઇંચ ઊંચું છે. જયારે આગળ જતા શાક માર્કેટ પાસે પણ ખાડા છે.  ત્યાંથી જે.કે.નાં ખૂણા ઉપરથી આશરે પચાસ ફૂટની લંબાઈમાં એક ઇચ થી ચાર ઇંચ સુધી ખાડાને કારણે પાણી ભરાય છે. આર.સી.સી નો પાકો રોડ છે. પાણી ખાબોચ્યા પણ ભરાયેલ રહે છે. રોગચાળો પ્રસરે નહિ તો થાય શું ?? જવાબદારો તટસ્થ પગલા લેશે? તે પ્રશ્ન લોકો એકબીજાને કરી રહેલ છે.

(1:22 pm IST)