Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પોરબંદરમાં વરસાદના પાણી નિકાલના તળાવમાં બુરાણનો પ્રશ્ન

પાણી નિકાલ માટેની કુદરતી ભૌગોલીક સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથીઃ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાભીમુખ વહીવટના પુનઃ સ્થાપન માટે પ્રયત્ન કરે તેવી માંગણી

પોરબંદર, તા., રરઃ જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ્સ કદડાના નવીબંદર પાસે પાઇપ લાઇન દ્વારા ઠલવાય તે સામે પોરબંદર ખારવા સમાજે સખ્ત વાંધો સાથે વિરોધ ઉઠાવેલ છે. તેમજ પોરબંદરના પુર્વ ધારાસભ્ય  ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા, જીપીસીસી પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ પોરબંદર ઘર આંણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિસ્તૃત માહીતી દર્શાવી વિરોધ પ્રદર્શીત કરેલ છે અને આ પ્રદુષીત સાડીના કેમીકલ્સયુકત કદડા પાણી માનવજીવન ભયમાં આવી જશે. રસ્તા પાણીની પાઇપ લાઇન તુટી જાય લીકેજ થાય ત્યારે તેની અસર જે ગ્રામ્ય વિસ્તારની સીમ ખેતરમાંથી પસાર થતા લીકેજથી નુકશાન થઇ શકે.

પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રદુષણ બાબત અંગે ચિંતા  દર્શાવી ત્યારે વર્તમાન ધારાસભ્ય બાબુભાઇ મૌન ધારણ કરી ગયેલ છે. પશ્ચિમે અનામત રખાયેલ ખીજદડી પ્લોટ આશરે ર૦૦ (બસો)થી ૩૦૦ ત્રણસો  મીટર આવેલ છે. પ્રાચીન પૌરાણીક ખીજદડી પ્લોટ એક તળાવ છે. મધ્ય ખાડથી ૧૦ (દશ) થી ૧પ (પંદર) ફુટ ઉંડા ખાડા છે. ઉપરવાસમાંથી યાને ઘેડ વિસ્તારમાં આવતી લોક માતા ભાદર-ઓઝત, મધુવંતી, મીણસાર નદીમાં આવતી ઘોડાપુરની છેલમાં પાણી ઘેડ વિસ્તારમાં પથરાતા મોકરના રણ દ્વારા રાણાવાવ પીપળીયા ટચ સરવે નંબરમાંથી પસાર થતુ પાણી રણ વતાણા રાંધાવાવ-(સાંદીપની) રતનપર છાંયાના પાદરમાંથી પોરબંદર બિરલા હોલ પાસે સાંઢીયા ગટરમાં સમાય છે. આ હાલ સાંઢીયા ગટરનું બિરલા હોલ સ્વ.શેઠ નાનજીભાઇ કાલીદાસ મહેતા હોલ પાસે રણના પાણી નિકાલનું મુખ આવેલ છે. તે પહેલા છાયા રણમાંથી આવતુ પાણીનો ઓવરફલો,  હાલ સ્વામીનારાયણ મંદીર સીટીઝન્સ વચ્ચે રણ પાણી નિકાલ નહેર મારફત હાઇ-વે નીચે ગરનાળા મારફત આ પાણી યાને છેલ્લુ પાણી તેમાં પ્રવેશ ખીજદડી પ્લોટ ખુલ્લા ચોક તળાવ ખાડમાં સમાય-ભરાય છે. આ વરસોથી જયારે મોઘલ સલતન્નતમાં હતુ તે પહેલા અનામત રખાયેલ છે. પોરબંદર રાજયે પણ અનામત  પાણી નિકાલ માટે રાખેલ.

જયારે નગર પાલીકાએ સૌરાષ્ટ્ર રાજયે અનામત રીઝર્વે પ્લોટની સોંપણી કરી ત્યારે ખીજદડી પ્લોટ ખાડ યાને તળાવ આજ દિન સુધી ખુલ્લો અનામત રહેલ. ફરજીયાત રાખવાનો છે. પરંતુ નગર પાલીકામાં જયારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી વિકાસના નામે પ્રલોભન આપનાર ખેલ છે. સ્થાનીક ભુગોળને બાજુએ મુકી દેવામાં આવી છે. એક માત્ર નગર પાલીકા દોષીત નથી. તેટલી જ જવાબદારી સરકારની પણ છે. જયારે અપ્રિય ઘટના બનશે. ત્યારે નગર પાલીકાને જવાબદાર ઠેરવતા પહેલા સરકાર જવાબદાર બને છે. પોરબંદરની વસ્તી અંદાજીત ર,૦૦,૦૦૦ (બે લાખ) આસપાસ કે તેથી વધુ તેમજ ઘેડ વિસ્તારના અસર કર્તા ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય નાગરીકો આશરે ૭પ૦૦૦ થી ૧ લાખ સહીત આશરે ર,૭પ,૦૦૦ બે લાખથી પંચોતેર હજારથી ૩ લાખ માનવ વસાહત માલ મિલ્કત ખેત મિલ્કતનું ધોરણ માનવ જીવ સૃષ્ટિ અને અન્ય જીવસૃષ્ટિને રક્ષણ આપવા ચિંતા નથી.

તા.રરમી જુન ૧૯૮૩ ઓગણ ચાલીસ વર્ષ પુર્ણતાના આરે છે. ગણત્રીના દિવસો બાકી ઓગણ ચાલીસમાં વર્ષ પ્રવેશી યાને વરસી આવી રહી છે. તે દિવસે શહેરમાં પાણી ઘુસ્યા નિચાણવાળા વિસ્તારોમાં હોડીઓ ચલાવવી પડી. માણેક ચોક પુર્વતાક સુધી પાણી આવી ગયેલ. સરકાર ઉંઘતી ઝડપાયેલ. આ દિવસોમાં પોરબંદરની ભૌગોલીકતા પરિસ્થિતિ સંબંધે ચર્ચા કરતા પ્રસંગો પાત સરકારમાં રજુઆત કરતા પણ કંપારી આવી જાય છે. સૌ પ્રથમ અસર થશે. લોકકલ્યાણ અર્થે યાને જનહિતાર્થે સહારો વિશ્વાસ આપવા આશ્વાસનના શબ્દો પણ રહયા નથી કે શુ?

પ્રજાભિમુખ વહીવટનું શાસન પુનઃ સ્થાપીત કરાવવા જાગૃતી લાવવા આગળ આવવું જરૂરી બન્યું છે. અને સરકાર દ્વારા નિયુકત વહીવટી શાસન ચલાવનાર ફરજનું જવાબદારીનું ભાન કરાવવા આડેધડ બીલોમાં સહી કરતા અને ચુકવણાના ચેકોમાં સહીત કરતા વિચારે તે રીતે અટકે પાર્ક દર્શક વહીવટ કરતા બને દિશામાં લાવવાની જરુર છે. સ્વતંત્ર જાગીર નથી. આ પ્રજાકીય આધીપત્ય ધરાવતી સ્થાનીક સ્વાયત સંસ્થા છે. પોરબંદરના નાગરીકો સહહ્રદય અંતરની વેદના એવી છે કે જો પુર્વ ભાજપના મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શાસીત નેતૃત્વ વાળી સરકારમાં વિરોધપક્ષના તેના તરીકે વહીવટી આંકડાકીય રેકર્ડ આધારીત માહીતી હતી. ત્યારે  નગર પાલીકાનો વહીવટ ગૌણ ગણાય શું જાનહિતનું કાર્ય થઇ શકે નહી! નબળો શબ્દ વાપરવાનો પ્રયોગ ન કરતા કે સરકાર આપણી નથી. ચુંટેલી સરકારમાં શાસનમાં આપણા ટ્રસ્ટી તરીકે શાસન ચલાવી રહેલ છે. જવાબ માંગવા આપણો બંધારણ્ય અધિકાર છે. વિરોધપક્ષી નેતા તરીકે સબળ નિષ્ઠાપુર્વક ફરજ બજાવી સફળતા મેળવેલ છે. અર્જુનભાઇ ફરજસમજી જવાબદારી નિભાવવા આગળ આવવુ જોઇએ તેમ નાગરીકો માને છે.

(1:22 pm IST)