Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

મોરબી નજીક કારખાનાની છત પર સૂતેલો શ્રમિક યુવાન નિંદ્રાધીન અવસ્થામાં નીચે પડી જતા મોત

મોરબી નજીક કારખાનામાં રાત્રીના શ્રમિક યુવાન લેબર ક્વાર્ટરની છત પર સુતો હોય ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં છત પરથી પડી જતા મોત થયું છે

  મોરબીના પાવડીયારી કેનાલ પાસેના સીમાનટો વિટ્રીફાઈડ ફેકટરીમાં કામ કરતા મૂળ યુપીના વતની રવીન્દ્રકુમાર મહાપ્રસાદ યાદવ (ઉ.વ.૩૬) નામનો યુવાન લેબર ક્વાર્ટરની છત પર સુતો હોય ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં નીચે પડી જતા ઈજા થતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ તાલુકા મથકના એએસઆઈ આર બી વ્યાસ ચલાવી રહ્યા છે

(7:32 pm IST)