Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

મોરબી સિવિલ હોસ્પીટલમાં ડોક્ટર સાથે માથાકૂટ કરનાર સામે ગુનો નોંધાયો:મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફ સાથે ગાળાગાળી

મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવનર દર્દીએ ડોક્ટર સાથે માથાકૂટ કરતા તેના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધાયો પણ આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

 બનાવની મળતી વિગત મુજબ મોરબીના સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવત મેડીકલ ઓફીસર ઘનશ્યામભાઈ લાલજીભાઈ કાલરીયા એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ધરમપુર ગામે જૂની અદાવત બાબતે માથાકૂટ થઇ હતી જેમાં જગદીશભાઈ દુદાભાઈ ઠાકોર અને ભરતભાઈ રામજીભાઈ કોળી( રહે બને ધરમપુર)ઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે આવેલ હોય જેમાં ભરતભાઈને મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફ સાથે ગાળાગાળી કરી હતી જે મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી પણ આ દર્દીને ફરી સારવાર માટે સિવિલ હોસ્પ્તીલામાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા આ અગે ની વધુ તપાસ ડીવાયએસપી રાધિકા ભારઈ ચલાવી રહ્યા છે

(7:41 pm IST)