Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

હદ થઇ : ભુજમાં પતિએ જાણ કરી કે ‘પત્ની નશામાં છે’ :પોલીસે નશાબંધી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો

પત્ની દારૂ પીને નાટક કરતી હોવાની રજૂઆત બાદ પોલીસ દોડી

ભુજ : સામાન્ય રીતે એવું જોવા મળે છે કે દારૂ પીને પતિ ઘરમાં ધમાલ કરે અને પત્ની પોલીસને ફોન કરી પતિને પકડાવી દે. પણ ભુજમાં તેનાથી અવળી ગંગા જોવા મળી છે. શહેરના રઘુવંશીનગરમાં ફિશરીઝ કોલોની નજીક રહેતાં હેમંત દામાએ ગત રાત્રે પોલીસને ફોન કરી પત્ની પિન્કી (ઉ.વ.28) દારૂ પીને ‘નાટક’ કરતી હોવાની રજૂઆત કરી હતી. ફરિયાદના આધારે પેટ્રોલીંગમાં રહેલી બી ડિવિઝન પોલીસની ટૂકડીએ હેમંત દામાના ઘરે જઈ તેની પત્ની પિન્કીને નશાયુક્ત હાલતમાં ઝડપી પાડી નશાબંધીની ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

(10:55 pm IST)