Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આઈ.ટી.આઈ રાપર ખાતે વ્યવસાયિક કોર્ષમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

ભુજ: રાપર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૨માં વ્યવસાયિક કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ રાઉન્ડની શરૂઆત તા.૦૨-૦૫-૨૦૨૨થી થઇ હતી. હાલ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે.  જે મુજબ અંતિમ તા. ૨૬-૦૬-૨૦૨૨ રહેશે. દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ઓનલાઇન એડમિશન પ્રક્રિયાની સમજણ તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ.ટી.આઇ રાપર પર સવારે ૦૯:૩૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન મુલાકાત લેવી તેમજ વધુ વિગત માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવા  ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાપરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

(1:17 am IST)