Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વેરાવળના મેઘપુર ગામ રસ્તાઓ જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજાના પ્રયત્નો ને કારણે એક કરોડ અને સુડતાલીસ લાખના મંજૂર

પ્રભાસ પાટણ :વેરાવળ તાલુકાના મેઘપુર ગામના સરપંચ દ્વારા વાડી વિસ્તારના રસ્તાઓની સફળ રજુવાત ને ધ્યાને રાખી અને સરકાર દ્વારા 1.47(એક કરોડ સુડતાલીસ લાખ) રકમ મંજૂર કરવામાં આવી છે.આ તકે સરપંચ સાગરભાઈ વાજા તથા સભ્ય નયનભાઈ વાળા ,નાનજીભાઈ વાજા,કરસનભાઈ કોડિયાતર,ધર્મેશભાઈ ચુડાસમા,પ્રવીણભાઈ ટાંક આ રસ્તાઓની તાત્કાલિક એમના એસ્તિમેન્ટ બનાવવી અને વહેલી તકે ચાલુ કરવા પહેલ કામગીરી હાથ ધરવામાં આવી છે

    આ ગામની વાડી વિસ્તારના રસ્તાઓ મંજૂર થતાં ગામ લોકો દ્વારા સરપંચ સાગરભાઇ વાજા અને જીલ્લા પંચાયત ના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા નો આભાર વ્યક્ત કર્યો હતો

(1:19 am IST)