Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સાંસદ વિનોદ ચાવડા દ્વારા માંડવીના દરિયા કિનારે ઉજવાયો 'સાંસદ યોગ ઉત્સવ': વિશાળ સંખ્યામાં જોડાયેલા લોકોએ યોગાસનો દ્વારા કરી યોગ દિવસની ઉજવણી

પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ સહિત ધારાસભ્યો, સરપંચો અને શહેરી અને ગ્રામ્ય યુવાનો મોટી સંખ્યામાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના આહવાનથી સમગ્ર વિશ્વમાં આજના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માંડવી દરિયા કિનારે આવેલા સીલીફ રિસોર્ટ, મસ્કા મધ્યે કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા “સાંસદ યોગ ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યોગાભ્યાસ થકી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી પદ્યુમ્નભાઈ વાજા, કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા તથા શહેર/તાલુકા ભાજપના સૌ ચૂટાયેલા તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ અને સમગ્ર કચ્છભરમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

 

(10:05 am IST)