Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મોટા મહિકા, બળાધરી ન્‍યારા રંગવરમા પર્યાવરણ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા

રાજયાના વન પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને આનંદ ગ્રામ વિકાસ ટ્રસ્‍ટ દ્વારા પર્યાવરણ સંવર્ધનલક્ષી કાર્યક્રમો યોજાયાઃ હર્ષાબેન ડાભી દ્વારા માર્ગદર્શન

રાજકોટ,તા.૨૨ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને આનંદગ્રામ વિકાસ ટ્રસ્‍ટ તરફથી વિવિધ પર્યાવરણ સંવર્ધનલક્ષી કાર્યક્રમોનું આયોજન રાજકોટ જીલ્લાના ન્‍યારા(સદગુરુ) સમય ૮.૦૦ વાગ્‍યે તેમજ રંગપુર (કોમ્‍યુનીટી હોલ)તેમજ ગોંડલ તાલુકાના મોટા મહિકા (પટેલ સમાજવાડી) બળાધરા (ગ્રામપંચાયત) ખાતે કરાયુ હતુ. જેમાં ગામના આગેવાનો ભાઇઓ, બહેનો સરપંચ જીવરાજભાઇ ગ્રામ જનો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. જેમાં પેન, નોટપેડ, પેમ્‍પલેટ તેમજ માસ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું ઉપસ્‍થિત મહેમાનોનું પુસ્‍તક આપી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા બનાવેલ પી.પી.ટીના માધ્‍યમ દ્વારા હર્ષાબેન ડાભીએ પર્યાવરણના વિવિધ પાસાઓ રોજીંદા જીવન સાથે સંકળાયેલ બાબતો, વાહન વ્‍યવહારની યોગ્‍ય પધ્‍ધતિએ જળ, જંગલ, જમીન, જન, જાનવર આમ વિવિધ મુદ્દાઓને આવરી લઇ ચર્ચા કરવામાં આવી તેમજ પર્યાવરણલક્ષી ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મ બતાવવામાં આવી સાપસીડીની રમત રમાડવામાં આવી તેમજ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતુ
આ ઉપરાંત ‘‘પર્યાવરણને અનુラકૂળઃ જીવનશૈલી'' વિશે હર્ષાબેન ડાભી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

 

(10:38 am IST)