Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગોંડલનાં દેરડી (કું.)માં ૧૫ લાખના ખર્ચે બનેલ પ્રવેશદ્વારનું લોકાર્પણ

સ્‍વામિનારાયણ સંપ્રદાયનાં સંતોની ઉપસ્‍થિતીઃ દાતાઓ અને ગ્રામજનોનો સહયોગ મળ્‍યો

(અશોક પટેલ દ્વારા) મોવિયા,તા. ૨૨ : દેરડી કુંભાજી ખાતે પરમ પૂજ્‍ય અક્ષરનિવાસી સદગુરૂ ચૈતન્‍ય સ્‍વામિ સ્‍મરણાર્થે ‘ચૈતન્‍ય સ્‍વામી પ્રવેશદ્વાર'નું દીપ પ્રાગટય કરી લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું.

આ પ્રસંગે હાજર રહેલા લોજપુર મંદિરના કોઠારીશ્રી હરિપ્રસાદ શાષાી સ્‍વામી, સરધાર ધામથી પૂર્ણ સ્‍વરૂપ સ્‍વામી તેમજ કોઠારી સ્‍વામી, જૂનાગઢ રાધા રમણ દેવ મંદિરના ચેરમેન, દેવનંદન સ્‍વામી તેમજ મુખ્‍ય પુજારી ધર્મકિશોર સ્‍વામી, માંગરોળ મંદિરના સત્‍યપ્રકાશ સ્‍વામી, તેમજ માધવ સ્‍વામી, વગેરેના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરી તથા મુખ્‍ય દાતાઓ તેમજ સ્‍વામીશ્રીઓએ રીબીન કાપી પ્રવેશદ્વારાને ખુલ્લો મુકયો હતો. આ સાથે  જ ગામની શોભામાં વધારો થયો.

આ પ્રવેશદ્વાર શ્રી રવજીભાઇ શંભુભાઇ દોંગા, પ્રવિણભાઇ પોપટભાઇ દોંગા, સુરેશભાઇ બચુભાઇ દોંગા તેમજ સમગ્ર સત્‍સંગ સમાજ તથા ગામ લોકોના સહયોગથી બનાવવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેશભાઇ દોંગા, સુધીરભાઇ દોંગા, સાગરદોંગા વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

તસ્‍વીરમાં પ્રવેશદ્વાર તથા દીપ પ્રાગટય રીબીન કાપતા દાતાશ્રી તથા સ્‍વામીશ્રી નજરે પડે છે. 

(10:43 am IST)