Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ઉનાના પાણખાણ અને એલમપુરમાં જુગાર દરોડા : ૨૮ હજાર રોકડ સાથે ૧૧ ઝડપાયા

ઉના,તા. ૨૨ : તાલુકાના પાનખાણ અને એલમપુરમાં પોલીસે જુગાર દરોડા પાડીને જુગાર રમતા કુલ ૧૧ શખ્‍સોને ૨૮ હજારની રોકડ સાથે પકડી પાડયા હતા.

જીલ્લા પોલીસ વડા જાડેજા તથા એ.એસ.પી. ઓમપ્રકાશ જારની સુચનાથી ઉના તાલુકા પોલીસ ઇન્‍સપેકટરશ્રી જાસીના માર્ગદર્શન હેઠળ સર્વલન્‍સ સ્‍કવોડના પો. હેડ કોન્‍સ. પી.પી.બાંભણીયા, નિલેશભાઇ છગનભાઇ, પો.કી.ભીખુશા બચુશા, જશપાલસિંહ પ્રતાપસિંહ, વિજયભાઇ હાજાભાઇ બાતમીના આધારે ઉના તાલુકાના પાણખાણ ગામે જાહેરમાં રૂપિયાના હારજીતનો જુગાર રમતા નરેન્‍દ્ર દેવજી રાઠોડ, ખોડુ મેઘા ગોહીલ રે.પાણખાણ, ઇસુબ જમાલ સરવૈયા રે.ટીંબી તા. જાફરાબાદ, વિક્રમ જોરૂવાળા રે.નાંદરખ, જોગુ બાપુ ગોહીર દરબાર રે.ગાંગડાવાળાને રોકડા રૂપિયા ૧૭ હજાર ૩૭૦ સાથે પકડી ઉના પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ ઇન્‍સપેકટરશ્રી મસીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્‍સ. ગોહીલ તથા સ્‍ટાફે એલમપુર ગામમાં જાહેર ચોકમાં રૂપિયાની હારજીતના જુગાર રમતા મનસુખ અરસી, શામજી સીદી, જીણા બીજલ, ભાવેશ વલ્લજી, ભીખા બોઘા સહીત ૬ એલમપુર વાળાને જુગાર રમતા રોકડા રૂપિયા ૧૦ હજાર ૨૭૦ સાથે પકડી ઉના લાવી કાર્યવાહી કરી હતી. 

(10:44 am IST)