Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ઓખામાં યોગ સપ્‍તાહની ઉજવણી

ઓખા : યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઓખા તાલુકા શાળાએ ચાલી રહી છે ત્‍યારે આ યોગ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિવેક શુક્‍લાના માર્ગદર્શન હેઠળ ઓખા સરકારી આયુર્વેદીક દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. જિજ્ઞાબેન કુલર તેમજ તેમના આસિસ્‍ટન્‍ટ શીતલબેન દેવમુરારી દ્વારા યોગ કરાવવામાં આવી રહ્યા છે.ઓખા તાલુકા શાળાના ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે યોગ ના મહત્‍વ સમજાવામાં આવી રહ્યા છે.આ યોગ સપ્તાહનું ટાઈમ ટેબલ ૧.યોગ અને પ્રાણાયામનું સ્‍વાસ્‍થ્‍ય માં મહત્‍વ ૨.શ્વસનતંત્રના રોગોમાં યોગનું મહત્‍વ ૩.ડાયાબીટીસમાં યોગ અને આયુર્વેદ ૪.પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ ૫.સાંધાના દુખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ ૬.ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ ૭.માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ ૮.યોગ અને આયુર્વેદનું સ્‍વસ્‍થ જીવન શૈલીમાં મહત્‍વ આ રીતે તારીખ ૧૪/૦૬/૨૦૨૨ થી ૨૧/૦૬/૨૦૨૨ યોગ સપ્તાહ ની ઉજવણી ચાલુ છે.આ સમગ્ર યોગ સપ્તાહની ઉજવણી ઓખા તાલુકા શાળામાં ચાલી રહી છે ત્‍યારે ઓખા તાલુકા શાળાના પ્રિન્‍સિપાલ દિલીપભાઈ ગોપાત તથા તેમનો સ્‍ટાફ પણ ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે.જેનો ઓખા સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડો જિજ્ઞાબેન કુલર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. (તસ્‍વીર-અહેવાલ : ભરત બારાઇ -ઓખા)

(10:45 am IST)