Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મોટી પાનેલીમાં બાળકોએ ગામેગામ ગલીગલી યોગ જાગૃતિ યાત્રા કાઢી યોગના ફાયદા જણાવ્‍યા

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં વિશ્વ યોગ દિન નિમિતે અનોખી અને સરાહનીય ઉજવણી કરવામાં આવી હતી અત્રેની શ્રી સરસ્‍વતી ધામા શાળાના બાળકો દ્વારા વિશેષ યોગદિન ઉજવણીના સંદર્ભે મોટી પાનેલી તેમજ આજુબાજુના માંડાસણ, હરિયાસણ, વલાસણ, ખારચીયા, સાતવળી, ઝાર, ચરેલીયા, રબારીકા ગામોમાં જઈને દરેક ગામોમાં દરેક ગલીઓમાં ઘૂમી લોકો સમક્ષ યોગાસન પ્રાણાયામ સૂર્ય નમસ્‍કાર કર્યા હતા સાથેજ નારા લગાવી લોકોમાં યોગ જાગૃતિ આવે એવા સુચારુ આશય થી લોકોમાં યોગ સૂર્યનમસ્‍કારના ફાયદાઓ બતાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ બાળકોના આ સુંદર અને સરાહનીય કાર્યમાં શાળાના શિક્ષકોએ બહોળી જહેમત ઉઠાવેલ ગ્રામજનોએ પણ બાળકોના યોગ નિહાળી બાળકોને બિરદાવ્‍યા હતા આપણા દેશની સંસ્‍કૃતિને ફરીથી ઉજાગર કરી બાળકોમાં યોગ જાગૃતિ આવે અને લોકો રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરે એવી શાળા દ્વારા લોકોની અપીલ કરવામાં આવેલ. (તસ્‍વીરઃ અહેવાલ : અતુલ ચગ-મોટી પાનેલી) 

(10:46 am IST)