Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વિરપુરમાં ખાનગી બસ હડફેટે ૩ ભેંસના મોત

દૂધ વેચીને ગુજરાન ચલાવતા માલધારી પરિવારની ત્રણ ભેંસોના મોત થતા પરિવારમાં ગમગીની : ચાલાક બસ મૂકી છનન...

તસ્‍વીરમાં બસ અને મોતને ભેટેલ ત્રણેય ભેંસો નજરે પડે છે.
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા. ૨૨ : વિરપુર પાસે ખાનગી બસ હડફેટે ત્રણ ભેંસોના મોત નિપજ્‍યા હતા.
વીરપુરમાં રહેતા માલધારી મયુરભાઈ ભુંડિયા ગત રાતે પોતાની ત્રણ જેટલી ભેંસોને લઈને ઘરે પરત ફરતા હતા ત્‍યારે હાઈવે પરની સાઈડમાં પશુઓ સાથે ચાલ્‍યા આવતા હતા ત્‍યારે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્‍સની બસના દ્રાઈવરે અચાનક હોર્ન મારતા મયુરભાઈની ભેંસો ભડકી હતી અને તે જ બસ ચાલકે ત્રણ જેટલી ભેંસોને અડફેટે લેતા ત્રણેય ભેંસો ઘટના સ્‍થળે જ મોતને ભેટી હતી ત્‍યારે મયુરભાઈએ બસ ચાલકને રોકવા માટે કોશિશ કરી હતી પરંતુ બસ ચાલક બસ લઈને નાશી છૂટ્‍યો હતો પરંતુ પાછળ આવી રહેલા વાહન ચાલકોએ તે બસ ચાલકને આગળ જતાં અટકાવ્‍યો હતો અને બસ ચાલક બસ મૂકીને ભાગી છૂટ્‍યો હતો.
મયુરભાઈ ભુંડિયાએ જણાવ્‍યું હતું કે પોતે માલધારી હોવાથી વર્ષોથી બાપદાદા વખતથી પશુપાલન સાથે સંકળાયેલા છે અને દૂધ વેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્‍યારે પોતાની રોજીરોટી આ ત્રણ ભેંસો જ હતી તેમાં પણ બે ભેંસો ગર્ભવતી વતી હોવાથી આશરે એક એક લાખ રૂપિયા જેટલી કિંમતની ભેંસોને ખાનગી ટ્રાવેલ્‍સના બસ ચાલકે અડફેટે લેતા પોતાના પરિવાર પર આભ ફાટ્‍યું હતું અને પોતાની રોજીરોટી સમાન ત્રણેય ભેંસોનું વળતર આપવા માંગ કરી હતી જેમને લઈને મયુરભાઈએ વીરપુર પોલીસમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસ સામે ફરિયાદ નોંધાવી હતી અને વીરપુર પોલીસે આઈપીસી કલમ ૨૭૯ તેમજ ૪૨૯,એમબી એક્‍ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ સહિત કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:57 am IST)