Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માળીયા મિંયાણા પાસે બે અકસ્‍માતમાં બેના મોત

રોહીશાળા ગામના પાટીયા પાસે ટ્રકમાં કાર ઘુસી જતા ચાલક જુના દેવળીયાના મુકેશભાઇ માલાસણાનું અને નેશનલ હાઇવે ઉપર ટ્રક હડફેટે બાઇક સ્‍વાર યુસુફભાઇનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વરા) મોરબી, તા., રરઃ માળીયા મિંયાણા પાસે અલગ-અલગ બે અકસ્‍માતમાં બેના મોત થયા હતા.
પ્રથમ બનાવમાં રમેશભાઇ અંબારામભાઇ માલાસણાએ આરોપી ટ્રક ગાડી નં- GJ-12-AU-7297 નો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે,  હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ મગનભાઈ માલાસણા રોહિશાળા ગામના પાટીયા પાસે આવેલ ભોળાપીરની દરગાહ જવાના રસ્‍તા પાસે  હળવદથી માળીયા જતા નેશનલ હાઇવે પર જતા હતા. એ સમયે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક ગાડી નંબર GJ-12-AU-7297 વાળી રોડ ઉપર ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે ઉભી રાખી પાછળના ભાગે કોઇ આડસ કે દુરથી દેખાય તેવુ કોઇ બેરીકેટ રાખ્‍યા વગર પોતાની  તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે  બેદરકારીથી પોતાની ગાડીનુ ટાયર બદલાવતા હતા. એ દરમિયાન તે મુકેશભાઇ પોતાની ગાડીમા સાઇડ લેવા જતા ટ્રક ગાડીનં-GJ-12-AU-7297 ના ઠાઠાના ભાગે અથડાયા હતા. જેથી મુકેશભાઈના શરીરે તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સથળે મોત નીપજ્‍યું હતું. અને આરોપી ગાડી મુકીને નાસી ગયો હતો.આ અંગે  માળીયા પોલીસે આઇ.પી.સી કલમ-૨૮૩, ૩૦૪ (એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં સુલતાનભાઇ હારૂનભાઇ મોવરે પોલીસ ફરીયાદમાંં જણાવ્‍યું કે માધવ હોટલ સામે મોરબી માળીયા કંડલા ને.હા રોડ પર તેના ભાઈ યુસુફભાઇ મોટરસાઇકલ રજી નં ઞ્‍થ્‍-૧૦-ઝધ્‍-૦૯૦૩  પર જતા હતા. એ દરમિયાન આરોપીએ પોતાનુ હવાલાવાળુ ટ્રક નં ઞ્‍થ્‍-૧૨-ક્ષ્-૯૫૨૦ વાળી પુરઝડપે અને બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી યુસુફભાઇના મોટરસાઇકલ સાથે સાઇડમાંથી  ટ્રક ભટકાડી દેતા યુસુફભાઇ પડી જતા તેને શરીરે મુંઢ ઇજા કરી તેમજ માથામા હેમરેજની ઇજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું.આ અંગે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯.૩૦૪(અ) એમ.વી.એક્‍ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(11:57 am IST)