Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પોરબંદરમાં ૪૦ વર્ષ પહેલા ફલ્‍ડ સમયે શહેરમાં હોડીઓ ચલાવીને માનવ જીંદગીઓ બચાવેલ

નદીઓના પુરના પાણી દરીયામાં ભરતીને કારણે જઇ નહી શકતા વિકટ સ્‍થિતિ થયેલઃ શહેર મધ્‍યે ૭ થી ૮ ફુટ પાણી ભરાયેલ હતાઃ દાતાઓ દ્વારા ખારવા યુવાનોના સહકારથી ઘેર-ઘેર ફુડ પેકેટો પહોંચાડયા હતા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦: તા.રર મી જુન ૧૯૮૩ના વહેલી સવારથી આકાશી વાતાવરણ વરસાદી જણાતુ હતું હળવો ઝરમર વરસાદ કારણે બફારો ગરમીથી રાહત અનુભવાતી મધ્‍યાન બાદ ધીમે ધીમે વાતાવરણ પલ્‍ટાણુ વરસાદ સાથે હળવો પવન શરૂ થયો અને તે સમયે બપોરના બે વાગ્‍યા પછી વાતાવરણ પલ્‍ટાણુ ધોધમાર વરસાદ સાથે પવન જોરદાર ફુંકાવવો શરૂ થયો હતો.
ઘેડ વિસ્‍તારમાં લોકમાતા ભાદર-ઓઝત-મધુવંતી તથા મીણસારમાં ઘોડાપુર આવ્‍યા. ઘેડ છલકાણો અસ્‍માવતી નદી ઉભરાણી તેનો પ્રવાહ ગોસા બારાથી મોકર સાગર (રણ) તરફ ફટાણો અને મોકર પાછલે રસ્‍તે રાણાવાવ, પીપળીયા, ઠોયાણા, રાંધાવાવ, વનાણા, રતનપર થઇ છયા પાણી રણ અસ્‍માવતી નદી કર્લી ખાડીમાં મોટા ઘુઘવાટ સાથે પ્રવેશ્‍યા ખાડી યાને અસ્‍માવતી નદી ઉભરાણી અને તેનો પ્રવાહ આગળ વધવા લાગ્‍યો એક તરફ અસ્‍માવતી નદી યાને કર્લી અને જયુબેલી (બોખીરાવાડી) પોરબંદર નવા કુંભારવાડા લક્કડી બંદર બે કાંઠે પ્રવાહ ઉભરાતો આગળ વધતા જુની એસીસી પાસેથી બોટનુ પંથુ કાંઠો જુના જેટ્ટી બંદર સુભાષનગર (સામાકાંઠા) બારમાસી નવુ જેટ્ટી બંદર પાસે અરબી સમુદ્ર અસ્‍માવતી (ખાડી) સંગમ સ્‍થાને સંગમ થયો પરંતુ અમાપ ભરતી સમુદ્રમાં હોવાથી લોકોમાતાની પાછા ફેલાણા જયારે છાયા પ્રવેશ દ્વાર નવાપરાથી ઉપરથી ઉભરાતી લોકમાતાના ભાદર-ઓઝત-મધુવંતી-મીણસારના પાણીથી કર્ણીખાડી યાને અસ્‍મવતી નદી ઉભરાણી બિરલા ચેકડેમ પાણીમાં ગરકાવ રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પરનો કર્લી બ્રીજ તેમજ રેલવે બ્રિજ પરથી અમાપ પાણીનો ધોધ પુરઝડપે આગળ વધી રહેલ અને રોડ પર પાણીનું વહેણ આવવાનું શરૂ થયું.
 બીજી તરફ નવાપરા છાયા પાણી રણ પણ છલકાણુ ક્ષમતા પાણી નિકાલ ચિંતાજનક આગળ વધતા પ્રવેશ પાણીનો થયો ્‌રવાહ જોરદાર પાણી નિકાલના મારગો સાંઢીય ગટર દ્વાર પાણી નિકાલ થાય નથી  પોરબંદરના રણમ)ં પ્રવેશતા રણ ઉભરાય તેનુશ્રં પાણી હાઇવે પર ઉભરાણુ ભગવતી ટ્રાન્‍સપોર્ટ નટવરસિંહજી કલબ વચ્‍ચેના રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પરોબંદર-રાજકોટ-અમદાવાદ-૮(બી) ઉપર પાણી ફરી વળ્‍યા પાણી નિકલ સમાવવાના જુના રાજય એડમીનીસ્‍ટ્રેટર શાસન દરમ્‍યાન આ ખીજદડી સોર્સ યાને ખીજદડી પાણી નિકાલ સમાવવામાં પણ ટુંકો  પડયો. ખીજદડી પ્‍લોટ ઉભરાણુ પોરબંદર છાંયા પોરબંદર ક્રોસ રોડ તથા પોરબંદર-રાજકોટ-અમદાવાદ પોરબંદર હાઇવે સત્‍યનારાયણ મંદિર વાડી પ્‍લોટ ભોમેશ્વર અને ભાવેશ્વર પ્‍લોટ વિસ્‍તાર તેમજ સાંઢીયા ગટ્ટર મુખ પાસેથી ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ મકાન સ્‍વ.ખેરાજભઇ બોધાભાઇ બંગલો વર્તમાન હારમની હોટલ હનુમાન ચોક ફુવારા (જુનો કુવારો) વાડીયા રોડ અમુક ભાગ રૂપાળીબા હોસ્‍પીટલ વાઘેશ્વરી પ્‍લોટ  ભાવસિ઼હજી હોસ્‍પીટલ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ પુર્વ પેરેડાઇઝ સીનેમા વિસ્‍તાર મહાપ્રભુજી બેઠક ક્રોસ સાંઢીયા ગટ્ટર પાંજરાપોળ રામટેકરી ખોજાવાડ એમ.જી.રોડ તળપદા કન્‍યા શાળા હાથી ટાંકી રોડ સરદાર વલ્લભભાઇ પટેલ રોડ રાણી બાગ ખાડી જોદાર ચોક મમ કોઠા સુદામા ચોક જુની કોર્ટ લાઇન પ્‍લાઝા ટોકીઝ કોસ લઇન ડ્રીમલેન્‍ડ સીમેમા રોડ એમ.જી.રોડ માણેક ચોક પુર્વ તાક કસ્‍ુતરબા ગાંધી રોડ અમુમ ભાગ શીતલા ચોક વિરડીયા વિસ્‍તાર નગીનદાસ મોદી રોડ હુજુર કોર્ટ પાછળ ગોપનથ પ્‍લોટ રાણી બાગ પાછળ હોટલ ઇન્‍દ્રપ્રસ્‍થ હોટલ સ્‍વામી નારાયણ મંદિર ખોજવાડ વિગેરે લગભગ ૮૦ ટકાથી ૯૦ ટકમં વરસાદી પાણી ભરાઇ ગયેલ.
 જયારે શહેરમાં ૬ ઇંચથી ૭ થી ૮ ફુટ જયારે જુની કોર્ટ કંમ્‍પાઉન્‍ડમાં પ્રથમ માળના રૂમમાં ર થી અઢી ફુટ પાણી ભરાઇ ગયેલ. મમલતદાર ઓફીસ પી ડબલ્‍યુ ઓફીસ પુર્વ જીલ્લા તિજોરી કચેરી સીટી સરવે યાને પ્રથમ જીલ્લા કલેકટરશ્રી કચેરી જુની હજુર કોર્ટ કંમ્‍પાઉન્‍ડ પાણીથી ડુબેલ શહેરના અમુક વિસ્‍તારમાં હોડી તરાપા આઠ થી દશ દિવસ સુધી શહેરમાં ફરતા રાખી ભાંડુઓને મદદ પહોંચાડવા પોરબંદર સમસ્‍ત ખારવા સમાજે પોતાની હોડીઓ ચલાવી રાહત આપી મહામુલી માનવ જીંદગી બચાવેલ હતી.
વિક્રમ સવંત ૨૦૭૮ જેઠ વદ ૯ બુધવાર તા.રર મી જુન ર૦રર ફલ્‍ડના ૩૯ પુર્ણ કરી ૪૦ મી વરસી છે. પ્રવેશ કરે છે. ત્‍યારે પુર્વ ૩૯માં વરસે આ દિવસોને યાદ કરતા જે પરિસ્‍થિતિ નજરે નિહાળી છે તે ભુલી શકાતી નથી. આ સમયે પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદ્રાએ કેન્‍દ્રમાં આક્રોશ પુર્ણ રજુઆત કરી કેન્‍દ્રમાંથી આર્થીક સહાય મેળવી પોતાની જાતી દેખરેખ હેઠળ પાણીમાં ઉભી છાંયા ઝાપા દરબારગઢ પાસે નહેરૂ ખોદાવી પાણી નિકાલ કર)વેલ. આ નહેર ખોદવતા જમીનમાં ભેખડ હતી. કઠણ હતી કેટલીક જગ્‍યાએ ટોટા દાર મુકી પથ્‍થર અડચણ દુર કરવી પડેલ છાયા નવાપરા નહેર કાંઠે જ વસેલ છે.
ચાર દાયકા પહેલા તા. રર મી જુનના રાત્રીના પોરબંદર શહેરમાં માણેક ચોકના પુર્વ તરફ સુધી પાણી આવી  ગયેલ બીજી તરફ કર્લી જયુબેલી કુંભારવાડા ખાડી અસ્‍માવતી નદીના પાણી નિચાણ વિસ્‍તારોમાં તેમજ મેરામણ યાને અરબી સમુદ્રએ રૌદ્રસ્‍વરૂપધારણ કરતા વોરાવાડ અરબી સમુદ્ર બ્રેક વોટર સુરક્ષા દિવસ ર૭ સૃતાવીસ ફુટ ઉંચા મોજા ઉચ્‍છળતી તેમજ જુની દિવાદાંડી જુની હિન્‍દુ સ્‍મશાનભુમી સ્‍ટેટ લાયબ્રેરી ઇન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર બહાર મેરામણ અરબી સમુદ્રના મોજા ઉચ્‍છળતા તેમજ મેરામણ અરબી સમુદ્રનું સ્‍તર ઉંચુ આવતા શહેરમાં પાણી ઘુસ્‍યા જળ બંબાકાર રહેલ ૩૬ કલાક સમુદ્ર મેરામણ મોજા ઉચ્‍છળયા સાથે તિવ્ર ગતીનો પવન એટલો જોરદાર રહેલ ર૪ કલાક અનરાધાર વરસાદ વરસેલ ચોવીસ કલાક એક ધારો વરસાદ વરસ્‍યા બાદ તેમની સામે વિજળી પવન છત્રીસ કલાક એક ધારો વરસાદ વરસ્‍યા બાદ તેમની સાથે વિજળી પવન છત્રીસ કલાક મેઘરાજા પોતાનું રૌદ્ર સ્‍વરૂપ શાંત કર્યુ. જનજીવન થાળે પાડવા એક માસથી વધુ સમય લાગેલ હતો.
અરબી સમુદ્રે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરતા લોકમાતા મીણસારનું પાણી મેરામણ અરબી સમુદ્ર ે પાછુ ઠેલ્‍યુ. નવી મંદર લોકમતઓ ભાદર ઓઝતના મેરામણ અરબી સમુદ્ર સંગમ સ્‍થાન બારૂ તથા કોસ્‍ટલ હાઇવે માધવપુરમાં પ્રવેશતા પહેલા પાતા ગામ પાસેથી પાદરમાં મુધવંતી નદીના પુર પાણી અરબી સમુદ્રના સંગમ સ્‍થાન બારામાં અરબી સમુદ્રના મોજાએ પુરનુ પાણી ઠેલ્‍યુ જે પથરાતા આપણી ઘેડ પણ નહી સંગ્રહના મોકર સાગર રણ દ્વારા ઠોયાણા પીપળીયા, રાણાવાવ, વનાણા, રાંધાવાવ, સંદીપની રતનપર છાંયા પોરબંદર પાણીના રણમાં પ્રવેશતા રણ ઉભરાતા હાઇવે ડુબમાં ગયેલ સીધો વહેવાર આવક જાવકનો અટકી જુના રાજય એડમીનીસ્‍ટ્રેશનમાં પાણી સંગ્રહ નિકાલ માટે કાયમ આજીવન અનામત રાખવો ફરજીયાત ખીજદડી ખાડ પણ ઉભરાતા તે પાણી પણ શહેરમાં ઘુસ્‍યા આજ પણ ખીજદડી ખાડ અનામત રાખવની છે કાંઇ પણ બાંધકામ કરવાનું નથી તેમજ પોરબંદર સર્વપ્રથમ જીલ્લા કલેકટર મનોજકુમાર દાસે ખીજદડી પ્‍લોટમાં થતુ બાંધકામ અટકાવી આજીવન-અનામત ખીજદડી ખાડ પાણી નિકાલ માટે સરકાર વતી જાહેર કરી સ્‍થાયી આજીવન રેકર્ડમં નોંધ કરી અનામત જાહેર કરેલ છે. પોરબંદર નગર પાલીકાના જેતે સમયના ઠરાવ પણ રદ કરેલ છે. પરંતુ વર્તમાન પરિસ્‍થિતિ પ્રજાજનોનાો લોકવિરોધ તર્કબિધ્‍ધ આજીવન સરકાર હુકમ ચુસ્‍ત પણે પાલન કરી કરાવવા જે હુકમનું પાલન કરાવવા સ્‍થનીક મહેસુલી જવાબદાર સરકારી પદ પર રહેનર અધિકારીની હોવ છતા તે ફરજ બજાવવામાં આંખ આડા કાન કરે છે.
 વિશેષ ઉલ્લેખનીય છે કે સને ૧૯૮૩ના ફલ્‍ડ પવને ભારે તારાજી સર્જી દીધેલ પવનની અકલ્‍પનીય ગતી જોરના કારણે હાઇવે પર તેમજ શહેરના રાજ મારગો પર વાડી ખેતર જાહેર સ્‍થાનો પર ઇલેકટ્રીક લાઇનની તેમજ ટેલીફોન લાઇનની સરવીસ પાવર અને ધ્‍વની પહોંચાડવા માટે ફીટ કરવામાં આરસીસી લોખંડ થાંભલા કઠણ પરિક્ષણ કંપનીમાંથી કારખાના દ્વારા વહેચાણ કરાયેલ થા઼ભલા  બેવડ વળી જમીન દોસ્‍ત થઇ ગયેલ. કંપની તરફથી પરિસ્‍થિતિ જોવા સરવે કરવા માટે આવેલ કુશળ કારીગર એન્‍જીનીયર અધિકારી જોઇ તાજુબ થઇ ગયેલ કુદરતની કરામતનો પ્રત્‍યક્ષ અનુભવ જોઇ સ્‍વીકારેલ. આરસીસીમાં પોલ જમીન દોસ્‍ત થઇ ગયેલ. લોખંડ અને આરસીસીના થાંભલા નવા જ ફીટ કરવા પડેલી. આર્થીક નુકશાનીનો આંક મોટો હતો. સને ૧૯૮૩ના ફલ્‍ડ વરસાદ પવનનો અકલ્‍પનીય તિવ્ર ગતીની અસર સૌરાષ્‍ટ્ર ગુજરાત કચ્‍છ ઉપરાંત ભારતના અમુક રાજયોમાં થયેલ ચેક નદી ડેમો કોઝવે અન્‍ય બેઠા પુલને અસર પહોંચેલ હતી.

 

(11:59 am IST)