Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ચોટીલા પાલિકા ચીફ ઓફિસર નિકુંજ વોરા ને રૂા. ૧૦,૦૦૦/- નો દંડ ફટકારતું ગુજરાત માહિતી આયોગ

મનીષાબેન શૈલેષભાઇ મકવાણાને માહિતી આપવામાં વિલંબ કરતા ગુજરાત માહિતી આયોગમાં કરી હતી ફરિયાદ

 વઢવાણ-ચોટીલા,તા.૨૨ : નગર પાલિકાના ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી પાસે ચોટીલા નગર પાલિકા દ્વારા ૦૧-૦૩-૨૦૧૬ થી ૨૧-૦૬-૨૦૧૬ સુધીમાં આપવામાં આવેલ બાંધકામ ની મંજૂરી ના હુકમ તેમજ નકશા ની માહિતી અને ચોટીલા નગર પાલિકા દ્વારા આ સંદર્ભમાં વસુલવામાં આવેલ ફી ની પહોંચ સહિત તમામ રેકર્ડ ની માહિતી તેમજ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલ વિલાસ કામો માં ઓવર એસ્ટીમેન્ટ વગેરે ની માહિતી મનીષાબેન શૈલેષભાઇ મકવાણા દ્વારા તા. ૨૮-૧૨-૨૦૨૦ ના રોજ માંગવામાં આવી હતી. જે સંદર્ભ ની માહિતી ચોટીલા નગર પાલિકા ના જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં વિલંબ કરતા અરજદારે ગુજરાત જાહેર માહિતી આયોગ માં ફરિયાદ કરી હતી જેની અવાર નવાર સુનાવણી ના અંતે કસૂરવાર ઠરેલ ચોટીલા નગર પાલિકાના જાહેર માહિતી અધિકારી તેમજ ચીફ ઓફિસર નિકુંજ વોરા ને ફરજ માં બેદરકારી બદલ ૧૦,૦૦૦/- રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(12:20 pm IST)