Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જસદણને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપતા ડો. ભરત બોઘરા : પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા

(હુસમુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. રર :  જસદણ શહેર માટે ખુબ ખુશીનો દિવસ છે કારણ કે પૂર્વ ધારાસભ્ય તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાનો જન્મદિવસ છે.

તેઓની ખાસ ભલામણને કારણે આજે જ જસદણ નગર સેવા સદનનું બિલ્ડીંગ ર કરોડ ૩૩ લાખ, વર્ષોથી જસદણ શહેરમાં પીવાના પાણીના પ્રશ્નને દૂર કરતો નલ સે જલ યોજના રાજય સરકાર દ્વારા આજે જ ૭ કરોડ રૂપિયાની મંજુરી આપી દેવામાં આવી છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજે ર કરોડના સી.સી. રોડની તમામ પ્રકારની મંજુરી આજે જ આપી દેવામાં આવી છે આમ ૧૧ કરોડની મંજુરી ડો. બોઘરાના જન્મદિવસ નિમિત્તે આજે એક જ દિવસમાં મળી છે. બોઘરાના જન્મદિવસની ઉજવણી થવાની છે.

આ તકે ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર જસદણ પાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયાએ માન્યો છે.

ઉપપ્રમુખ દિપભાઇ ગીડા, કારોબારી ચેરમેન શોભનાબેન જયંતિભાઇ ઢોલરીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઇ હિરપરા, પૂર્વ ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઇ ચાવડા, પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઇ વઘાસીયા તેમજ બીજલભાઇ તેમજ ભાજપ તેમજ કોંગ્રેસના તમામ સદસ્યશ્રીઓએ તેમજ શહેરથી લઇને પ્રદેશ સુધીના તમામ સંગઠનના હોદેદારોનો સહકાર મળ્યો છે.

(12:22 pm IST)