Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મીઠાપુર નજીક સુરજકરાડી ખાતે આવેલી માધવ પાંજરાપોળ ગૌ શાળામાં આંબા મનોરથ

ઓખામંડળ તાલુકા ના મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ખાતે કાર્યરત માધવ પાંજરાપોળ ગૌ શાળામાં ગાય માતા માટે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંબા મનોરથમાં ૫૦૦ કિલો જેટલી કેરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મનોરથના દર્શન રખાયા બાદ ગાય માતા માટે મહાઆરતીનું આયોજન થયું હતું. આ ઉપરાંત બીજે દિવસે બધી કેરીઓને પાણી થી બરાબર સાફ કરી તેમના ચીરા કરી ગાય માતા ને ખવડાવવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ખેરાજભા કેર, મોહનભાઈ બારાઈ, ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહિલ તથા નગરપાલિકાના અને ભાજપના ચૂંટાયેલા સભ્યો, મીઠાપુર પી આઈ ગી.આર.ગઢવી તથા અનેક હોદેદારો સહિતના ગૌ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માધવ પાંજરાપોળ ગૌ શાળાની ટીમે જેહમત ઉઠાવી હતી.

(12:22 pm IST)