Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ડો. ભરતભાઇ બોઘરાએ જન્મદિવસે ઘેલા સોમનાથ મહાદેવની પૂજા કરી :

જસદણ : ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ આજે તેના જન્મદિવસ નિમિત્તે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જઈને  ધોતી પહેરીને વહેલી સવારે શાસ્ત્રોકત વિધી સાથે ઘેલા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ઘેલા સોમનાથ મહાદેવના શિવલિંગ ઉપર દુગ્ધાભિષેક, જળાભિષેક કર્યા બાદ બીલીપત્ર, પુષ્પ, ચંદન અબીલ ગુલાલ અને પંચામૃત વડે પૂજા કરી હતી. પૂજા અર્ચના કર્યા બાદ ઘેલા સોમનાથ મંદીર ખાતે મંદિરના વહીવટદાર મનુભાઈ શિલુએ ભોળાનાથની કેસરી શાલ ઓઢાડીને ડો. ભરતભાઇ બોઘરાનું સન્માન કરીને જન્મદિવસની શુભકામના આપી હતી.

(12:24 pm IST)