Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માળીયા મિંયાણામાં આરીફને પિત્રાઇ ભાઇ બબલૂએ છરી ઝીંકી

પિતા સાથે ઝઘડો કરવાની ના પાડતાં ઉશ્કેરાયો

રાજકોટ તા. ૨૨: માળીયા મિંયાણામાં રહેતાં અને મચ્છીનો ધંધો કરતાં આરીફ ડાડાભાઇ કટીયા (ઉ.૨૮)ને તેના જ કાકાના દિકરા ભાઇ બબલૂએ પડખામાં છરીનો ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આરીફના કહેવા મુજબ બબલૂ તેના પિતા એટલે કે મારા કાકા સિદ્દીકભાઇ સાથે ઝઘડો કરતો હોઇ તેને સમજાવવા જતાં પોતાના પર હુમલો કરી છરી ઝીંકી દીધી હતી.

(12:24 pm IST)