Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

નાગરીક બેંકની સાધારણ સભા યોજાઇ : ઝીરો એનપીએ સાથે બેંકની આગેકૂચ : વિવિધ પ્રતિભાઓનંુ સન્માન કરાયુ

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૨ : ગોંડલ નાગરિક સહકારી બેંક ની ૬૭ મી સાધારણ સભા સેમળા પાસે પ્રકૃતિ ની ગોદ મા આવેલા ગણેશ ગઢ ફાર્મ ખાતે યોજાઇ હતી.જેમા વિશાળ સંખ્યા મા સભાસદો એ હાજરી આપી બેંકની ઉતરોતર પ્રગતિને બિરદાવી સંતોષ વ્યકત કર્યો હતો.સાધારણ સભામાં શહેરની વિશિષ્ટ પ્રતિભાઓનું વિરોચિત સન્માન કરાયુ હતુ.

છેલ્લા એક વર્ષ મા નાગરીક બેંક દ્વારા કુશળ વહીવટ દાખવી રૂા. પાંચ કરોડ નો નફો કરાયો છે. રૂા.ત્રીસ કરોડ ની નવી થાપણો જમા થવા પામી છે તથા સાત કરોડના જુના લેણાની વસુલાત સાથે બેંકનંુ એનપીએ ઝીરો ટકા થવા પામ્યુ છે.

સાધારણ સભા મા ઉપસ્થિત સહકારી અગ્રણી મગનભાઈ ઘોણીયા,કનકસિહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા એ બેંક ની પ્રગતિ ને બિરદાવી ચેરમેન અશોકભાઈ પીપળીયા ની કાયઁ પધ્ધતિ તથા ટીમવકઁ ની સરાહના કરી હતી.બેંકના ડિરેકટર ઓમદેવસિંહ જાડેજાએ બેંક પ્રણાલીકા અંગે જાણકારી આપી હતી.બેંક ડિરેકટર તથા માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા એ જણાવ્યુ હતુ કે નાગરીક બેંક આજે છેવાડા ના વિસ્તાર સુધી પહોંચી લોકો ની બેંક બની છે.ચેરમેન અશોકભાઈ પીપળીયા એ જણાવ્યુ કે છેલ્લા એક વર્ષ મા બેંક ની પ્રગતિ સભાસદો, વેપારીઓના વિશ્ચાસને આભારી છે.કમઁચારીઓ તથા બોર્ડ ઓફ ડિરેકટરનાની જહેમતને કારણે ઝીરો ટકા એનપીએ નુ પરીણામ પ્રાપ્ત થયુ છે.તેમણે કહ્યુ કે આગામી સમય મા  બેંકીંગ કાર્યવાહી નેટ બેંકીંગ સાથે ઑન લાઈન કરવા ની નેમ છે.

સાધારણ સભા મા શહેર ની વિશિષ્ટ પ્રતિભાઓ સંગીતજ્ઞ કૈયુમભાઇ અઝીઝ,મુક સેવક અરવિંદભાઈ ભાલાળા,નિતિનભાઇ ભટ્ટ,દેવાભાઇ ગઢવી, જડીબેન જાપડા, ઉપરાંત જરુરીયાત મંદોને વિવિધ સેવાઓ આપી રહેલા અજમેરા પરીવાર તથા મસ્કત પરીવારનંુ સમસ્ત શહેર વતી  વિરોચિત સન્માન કરી રુણ સ્વિકાર કરાયુ હતુ,સભાની શરૂઆત મા બેંક ના જનરલ મેનેજર દિલીપભાઈ ભટ્ટ દ્વારા અહેવાલ રજુ કરાયો હતો.સાધારણ સભાનુ વિવિધ જાણકારી સાથે સફળ સંચાલન અગ્રણી પ્રફુલભાઈ ટોળીયા દ્વારા કરાયુ હતુ.

(12:25 pm IST)