Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલથી શાળા પ્રવેશોત્સવઃ રાજકોટ જિલ્લામાં ૧૪૬ર૧ બાળકો પ્રવેશપાત્ર

બ્રિજેશ મેરજા, શાહમીના હુસેન, બ્રિજેશકુમાર મી., નિસર્ગ જોષી, એ.પી.ચૌધરી વગેરે હાજરી આપશે : જિલ્લામાં કલેકટર અરૂણ મહેશ બાબુ, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી, ડી.આર. સરવડાના માર્ગદર્શન હેઠળ ગોઠવાતી શાળા પ્રવેશોત્સવની વ્યવસ્થા

રાજકોટ તા. રર : રાજય સરકાર દ્વારા કોરોનાના કારણે બે વર્ષથી બંધ રહેલ શાળા પ્રવેશોત્સવ આ વખતે ફરી યોજાનાર છે કાલે તા. ર૩ થી રપ જુન સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને નગર પ્રાથમીક શિક્ષણ સમિતી હસ્તકની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધો.૧માં બાળકોને પ્રવેશ અપાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રા.શાળાઓ ૮૬ર અને જેતપુર અને ઉપલેટા નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રા.શાળાઓ ર૧ છે કુલ ૪૮પ૬ શિક્ષકો કાર્યરત છે શાળાઓમાં કુમર ૬૪૭૬૮, કન્યા ૬૧૭૪૦ સહિત કુલ ૧ર૬પ૦૮ વિદ્યાર્થીઓ છે. શાળામાં પ્રવેશપાત્ર (ધો.૧) વિદ્યાર્થીઓ ૧૪૬ર૧ છે. તા.૧ જુન ર૦રર ના રોજ પ વર્ષ પૂરા કરનારા બધા બાળકો પ્રવેશપાત્ર છ.ે

રાજકોટ જિલ્લામાં તાલુકાવાર નીચે મુજબની સંખ્યાના બાળકો ધો.૧માં પ્રવેશપાત્ર છે.

તાલુકો        બાળકો

જેતપુર        ૧૩૩૦

જામકંડોરાણા  ૦૬૧૫

પડધરી        ૦૭૦૪

ઉપલેટા       ૧ર૬૬

કોટડાસાંગાણી ૦૭૮૮

ધોરાજી        ૦૯૦૩

ગોંડલ         રરપ૪

જસદણ        ર૦૩૭

રાજકોટ       ર૪૧૯

લોધિકા        ૦૭૩ર

વીછીંયા       ૧પ૭૩

કુલ           ૧૪૬ર૧

જિલ્લામાં આઇ.પી.એસ.અધિકારી બ્રિજેશકુમાર  આરોગ્ય કમિશનર શહમીના હુસેન, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, મહેસુલ મંત્રીના અંગત સચિવ ડો. નિસર્ગ જોષી વગેરે અલગ-અલગ તાલુકાઓમાં ઉપસ્થિત રહેનાર છે કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ડી.આર. સરડવા, નાયબ શિક્ષણાધિકારી એ.પી.વાણવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, શિક્ષણ નિરીક્ષક મુકેશ ધંધુકીયા વગેરે આયોજનના સહયોગી છે.

(1:19 pm IST)