Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમરેલીમાં મેસેજ વાયરલ કરનાર ઝડપાયો

 અમરેલી : અધિક પોલીસ મહાનિર્દેશક ઇન્ટે. ગુ.રા. ગાંધીનગર પત્ર નં. ડી-૨/ ૨-કોમ/ તકેદારી/ એલર્ટ નં. ૨૦૪૦/૬૩૧/૨૦૨૨ તા. ૨૦/૬/૨૦૨૨ના આધારે ગત તા. ૧૬/૬/૨૦૨૨ના રોજ માફીયા બોયઝ નામના વોટ્સએપ ગ્રુપમાં હારીશ ઉર્ફે શેખભાઇ હનીફભાઇ કરીમભાઇ શેખ (ઉવ.૩૪) ધંધો -પ્રા.નોકરી રહે. અમરેલી હારીસ મંજીલ બટારવાડી મેમણ કોલોનીએ પોતાના મોબાઇલ નંબર પરથી અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય અને અશાંતિ ફેલાય તથા લોકોમાં ઉશ્કેરાટ ફેલાય તેવી એક પોસ્ટ વાયરલ કરેલ હતી. સદર પોસ્ટ વાયરલ કરનાર ઇસમને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના એમ.એ.અમોરી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સદર પોસ્ટ વાયરલ કરનાર ઇમસને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.  ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૩૨/૨૦૨૨ આઇપીસી કલમ ૧૫૩ (એ), ૫૦૫ (૧) (બી), ૫૦૫ (૧) (સી) મુજબ ગુન્હો રજી. કરી. ધોરણસર કાર્યવાહી કરલ છે.

(1:31 pm IST)