Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પોરબંદરમાં લમ્‍પી વાયરસ સંક્રમિત ગૌવંશને માલિકોએ પશુ આઇસોલેશન વોર્ડમાં મુકી જવા અપીલ

લમ્‍પી વાયરસના નવા ૧૧ કેસઃ વધુ ૧૩૮૦ ગૌવંશને રસીકરણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રર : લમ્‍પી વાયરસના નવા ૧૧ કેસ આવ્‍યા છે ગૌવંશના કેટલાંક માલિકો શંકાસ્‍પદ લમ્‍પી વાયરસ સંક્રમિત ગૌવંશને રઝળતા છોડી દેતા હોવાનું બહાર આવતા લમ્‍પી વાયરસ શંકાસ્‍પદ સંક્રમિત ગૌવંશને પશુ પાલન વિભાગ તથા ઉદય કારાવદરા ટ્રસ્‍ટ દ્વારા શરૂ કરાયેલ જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં મોકલીને પુરતી સારવાર કરાવવા ડો. નેહલબેન ઓડેદરાએ અપીલ કરી છે.
લમ્‍પી વાયરસથી ર૪ કલાકમાં એકપણ ગૌવંશનું મૃત્‍યુ થયું નથી અત્‍યાર સુધીમાં લમ્‍પી વાયરસથી કુલ ૧ર ગૌવંશના મૃત્‍યુ થયેલ છે. વધુ ૧૩૮૦ ગૌવંશને રસીકરણ કરાયું છે.
જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં હાલ પ૮ ગૌવંશ સારવાર લઇ રહેલ છ.ે સારવારમાં ૪ ગૌવંશ સાજા થઇ ગયેલ છ.ે

 

(12:57 pm IST)