Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

શેત્રુંજી નદીની રેતી ચોરતા ઝડપાયો

અમરેલી : ગાવડકા ગામ નજીક શેત્રુજી નદી પટમાંથી ગે.કા કોઇ પાસ પરમીટ, લીઝ કે રોયલ્ટી વગર રેતી ચોરી કરતા બે ટ્રેકટર તથા બે ટ્રેકટરોની ટ્રોલીમાં ભારે આશરે ૪ ટન રેતી તથા ટ્રેકટરની કિંમત મળી કુલ ૬,૫૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઇમરાન ઉર્ફે પીન્ટુ રહીમભાઇ શામદા (ઉવ.૩૦) ધંધો. ડ્રાઇવિંગ રહે. સુળીયા ટીંબા અંબિકાનગર પાસે અમરેલીને ઝડપી આવેલ છે. આ કામગીરી હિમકરસિંહ, પોલી અધિક્ષક, અમરેલીનાઓની સુચનાથી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ ડી.બી. ચૌધરી, પો.સબ. ઇન્સ. તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:32 pm IST)