Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સાવરકુંડલામાં યોગ દિવસની ઉજવણી

સાવરકુંડલાઃ આંતરરાષ્ટ્રીય યોગ દીવસની ઉજવણી સાવરકુંડલા પંડિત દીનદયાળ ઉપવનમા કરવામાં આવી આજના દીવસે તમામ લોકો ને  યોગ દ્વારા નીરોગી જીવન પર આધારિત મજબૂત રાષ્ટ્ર નિમાર્ણ કરવા માટે વહીવટી પ્રશાસન અને નગરપાલિકા દ્વારા યોગ દીવસની ઉજવણી કરવામાં આવી આ તકે પ્રાત અધિકારી શ્રી ચોધરી  સાવરકુંડલા ડી.વાય. એસ. પી. શ્રી ચોધરી,  પી આઈ શ્રી વાઘેલા, પી એસ આઈ. ઝાલા, મામલતદારશ્રી શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી અને નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી નગરપાલિકાના તમામ સદસ્યોશ્રીઓ શહેર ભાજપના તમામ કાર્યકરો દરરોજ જનતા બાગમા યોગ કરતા અને વોકીંગ કરતા તમામ મિત્રો પોલીસકર્મીઓ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તમામ શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને  યોગ ટીચર્શ્રીઓએ યોગ પ્રાણાયામ કરાવ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ દિપક પાંધીઃ સાવરકુંડલા)

(1:00 pm IST)