Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમરેલીના લુણીધાર-ભાવનગર પેસેન્જર ટ્રેનને લીલીઝંડી આપતા નારણભાઇ કાછડીયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૨: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વડોદરા ખાતેથી રૂા. ર૧ હજાર કરોડથી પણ વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહુર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતા. જે અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી દ્વાર ઢસા-જેતલસરના લાઇન પૈકી નિર્માણ પામેલ ઢસાથી લુણીધાર સેકશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતું અને સાથે સાથે રેલ્વે મંત્રાલય દ્વારા અમરેલી જીલ્લાના લોકોની સુખાકારી માટે નવી મંજુર કરવામાં આવેલ લુણીધાર -ભાવનગર પેસેન્જર ટ્રેનનો અમરેલીન સાંસદ નારણભાઇ કાછડીયાએ લીલીઝંડી આપી શુભારંભ કરાવેલ હતો. આ તકે સાંસદશ્રીએ જણાવેલ હતુ઼ કે ઢસાથી લુણીધાર  ૪૮.૬૯ કી.મી.નું કામ રૂા. ૪૦પ કરોડની લાગતથી પુર્ણ થયેલ છે અને આ લાઇન ઉપર આવતા સ્ટેશનો ઢસા, લાઠી, ખીજડીયા, ચિતલ અને લુણીધારને અપગ્રેડ કરી લોકો માટે સ્ટેશન બીલ્ડીંગ, ટોઇલેટ બ્લોક અને હાઇ લેવલ પ્લેટફોર્મની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવેલ છે. ઉપરાંત સરકારશ્રી તરફથી ચાલુ કરવામાં આવેલ ભાવનગર-લુણીધાર પેસેન્જર ટ્રેન ભાવનગરથી સવારે પ કલાકે ઉપડી ૭.૩પ કલાકે લુણીધાર પહોંચશે અને લુણીધારથી સવારે ૧૦ કલાકે ઉપડી બપોરે ૧ર.૩૦ કલાકે ભાવનગર ખાતે પહોંચશે. આ ટ્રેનનો સ્ટોપેજ ભાવનગર પરા, શીહોર જંકશન, ઢસા જંકશન, લાઠી, ખીજડીયા  અને ચિતલ રેલ્વે સ્ટેશન ખાતે આપેલ છે. જેનાથી મુસાફરોને સીધો જ ફાયદો થશે.

સાંસદશ્રીએ વધુમાં જણાવેલ હતુ કે, ઢસા–જેતલસર લાઈનનું કામ બે ભાગમાં થઈ રહયુ હતુ. જે પૈકી લુણીધાર થી જેતલસર સેકશન ઉપર હજુ સીગ્નલનું કામ ચાલી રહયુ છે. આ કામ આગામી સપ્ટેમ્બર–ર૦રર અંતિત પૂર્ણ થઈ જશે અને આ કામ પૂર્ણ થત અમરેલી જીલ્લાના લોકોને જેતલસર થી જુનાગઢ, વેરાવળ અને રાજકોટ સહીતના જીલ્લાઓ સુધીની ટ્રેનોનું સીધુ જ એક્ષટેન્શન મળી રહશે. ઉપરાંત ખીજડીયા થી વિસાવદર અને વિસાવદર–વેરાવળ લાઈનને પણ ફોરેસ્ટની મંજુરી મળી ગયેલ છે. જેથી આ બંને લાઈનની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. સાંસદશ્રીએ લુણીધાર થી ખીજડીયા સુધી ટ્રેનમાં બેસી ટ્રેનનો અનુભવ પણ માણેલ હતો.

સાંસદશ્રી સાથે આ તકે જીલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન  પુનાભાઈ ગજેરા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન  વિપુલભાઈ દુધાત, જીલ્લા ભાજપ  પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખો શ્રી સુરેશભાઈ પાનસુરીયા,  રામભાઈ સાનેપરા,  શરદભાઈ પંડયા, જીલ્લા ભાજપ મંત્રી  જયેશભાઈ ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ  ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ  વસંતભાઈ સોરઠીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન  દિપકભાઈ માલાણી, કુંકાવાવ તાલુકા મહામંત્રીઓ શૈલેષભાઈ ઠુંમર,  રમેશભાઈ સાકરીયા, વરીષ્ઠ આગેવાન  બાવાલાલ મોવલીયા સહીત જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા–શહેર ભાજપના હોદેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(1:00 pm IST)