Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માંગરોળનાં દરસાલી ગામે રસ્‍તાની સફાઇનાં પ્રશ્ને પિતા-પુત્ર ઉપર હુમલો

મેખડી ગામે ત્રણ જુગારી ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : માંગરોળના દરસાલી ગામે રસ્‍તાની સફાઇના પ્રશ્ને એક શખ્‍સે પિતા-પુત્ર ઉપર હુમલો કરતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા.

માંગરોળ તાલુકાના દરસાલી રહેતા પ૦ વર્ષીય ભીખાભાઇ પુજાભાઇ ચુડાસમા અને તેનો દિકરો હમીર વેજાભાઇભાઇ ચુડાસમા ખેતરમાંથી નીકળતા રસ્‍તાની સફાઇ કરતા હતા.

ત્‍યારે હમીર વેજાએ આવી ચડી રસ્‍તાની સફાઇ કરવાની ના પાડતા તેને ભીખાભાઇએ સમજાવતા આ શખસ ઉશ્‍કેરાઇ ગયો હતો.

બાદ આ ઇસમે કુહાડીની બુંઘરાટનો એક ઘા ભીખાભાઇને મારતા તેને બચાવવા માટે દિકરો વચ્‍ચે પડતા તેને પણ ઇજા પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ હમીરભાઇ ચુડાસમાએ જાનથી મારીન ાખવાનીધ મકી આપી હોવાની ફરિયાદ પ્રૌઢ નોંધાવતા શીલ પોલીસે તપાસ હાથધરી છે.

જુગાર દરોડો

માંગરોળ તાલુકાના શીલ તાબાના મેખડી ગામે જાહેરમાં જુગાર રમતા રાજુ પરબત આંગોલીયા, જેન્‍તી કરશન વાઢેર અને રવિ ભીખાભાઇ કાઠીને રૂા.૧૪૬૩૦ની રોકડ સાથે શીલ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

(1:16 pm IST)