Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વિસાવદરના લેરીયા ગામે ૬ થી ૭ ઇંચ વરસાદથી કપાસ-સોયાબીનના પાકને ભારે નુકશાન : સહાયની માંગ

રાજકોટ, તા. ર૧ :  જુનાગઢ જીલ્લાના વિસાવદર અને ગ્રામ્‍ય વિસ્‍તારોના બે દિવસ પહેલા ધોધમાર વરસાદ પડયો હતો.

જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકાના લેરીયા ગામમાં ૬ થી ૭ ઇંચ તા. ૧૯ જુનના રોજ પડયો હતો.

આ વરસાદથી લેરીયા તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના કપાસ અને સોયાબીનના પાકને ભારે નુકશાન થયાનું ‘‘અકિલા'' ફેસબુક  લાઇવના શ્રોતા બીપીનભાઇ ઠુંમરે જણાવ્‍યું છે.

સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ થઇ છે. (૯.૧૬)

 

 

જુનાગઢમાં એટીએમકાર્ડ ચોરીને બેંક ખાતામાંથી અજાણ્‍યા શખ્‍સે રૂા.૩૦પ૩ર ઉપાડી લીધા

યુવાન સાથે વિશ્વાસઘાત છેતરપીંડી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર :  જુનાગઢમાં એક યુવાનનું એટીએમકાર્ડ અજાણ્‍યા શખ્‍સે ચોરી લઇ બાદમાં યુવકના બેંક ખાતામાંથી ચાર વખતમાં રૂા.૩૦પ૩રની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ થઇ છે.

જુનાગઢના મહમદ અશરફભાઇ કુરેશીભાઇ શેખ તા.ર૦ જુનની સાંજે શહેરમાં બસ સ્‍ટેશન પાસે આવેલ પ્રિઝમ કોમ્‍પ્‍લેકસ સ્‍થિત એસબીઆઇના એટીએમમાંપોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા.

આ દરમિયાન અજાણ્‍યા ઇસમે એટીએમકાર્ડ ચોરી લીધુ હતુ. જેમાંથી વીસેક મિનીટ બાદ મોબાઇલમાં રૂા.૧ર,૯૯પની રકમ ઉપાડવામાં આવી હોવાનો મેસેજ આવેલ.

આ પછી રૂા.૧પ૩૭ તથા રૂા.૧૦ હજાર અને રૂા.૬ હજાર બેંક ખાતામાંથી ઉપડી ગયાનો મેસેજ આવતા યુવાન ગયો હતો.

આમ ચાર વખત ચોરીના એટીએમ કાર્ડ મારફત બેંક ખાતામાંથી કુલ રૂા.૩૦પ૩રની રકમ તફડાવી લીધાની જાણ  થતાં મંગળવારની રાત્રે મહમદ અશરફભાઇએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ આર.એસ.બાટવા ચલાવી રહયા છે.

(4:31 pm IST)