Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કૈલાસ હર્બલ નામની દુકાનમાં આયુર્વેદિક દવાના નામે નશો કરાવતા બાર ઉપર ત્રાટકતી જુનાગઢ એસસઓજી

જુનાગઢ તા.રર : રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહપવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં સુચના હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને આવી ગે.કા. પ્રવૃતિઓ શોધી કાઢવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્‍સ. એ.એમ.ગોહિલ તથા પો.સબ.ઇન્‍સ. જે.એમ.વાળા તથા જુનાગઢ તાલુકા પો. સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. પી.વી.ધોકડીયા તથા પો. સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હોય.

એસઓજીના એ.એસ.આઇ. પી.એમ.ભારાઇ તથા પો. હેડ. કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડેરને ચોકકસ બાતમી હકિકત મળેલ કે જુનાગઢ, ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારીકા પ્‍લાઝા-રમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં આવેલ કૈલાસ હર્બલ નામની દુકાનમાં ગે.કા. આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાના નામે નશો કરવા બાર જેવી સુવિધાઓ ઉભી કરી આયુર્વેદિક બોટલો, સ્‍ટ્રોંગ સોડા, જરૂરી ખાદ્ય સામગ્રી સહિતની સુવિધાઓ પુરી પાડી નશાનો કારોબાર ચલાવે છે. રેઇડ કરતા ગે.કા. આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની કુલ ૩૪૦ બોટલ કિ. રૂા.પ૦,૩૧૯નો મુદામાલ પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવેલ છે.

(૧) વિજયભાઇ હરકિશનભાઇ ગેહેનાણી ઉ.વ.૩૪ ધંધો વેપાર રહે. સજની ટાંકી પાસે, ગુરૂકૃપા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.ર૦ર, (ર) બ્રિજેશભાઇ ખુશાલભાઇ રૂપારેલીયા ઉ.વ.૪ર ધંધો કૈલાસ હર્બલ પ્રા. નોકરી રહે. જુનાગઢ જલારામ સોસાયટી રીધી ટાવર બ્‍લોક નં.૩૦૯. તથા આયુવૈદિક દવાની બોટલો સોડઢા સાથે મીક્ષ કરી અને પીવા આવેલ વ્‍યકિતઓ (૧) જગદીશભાઇ મેરૂભાઇ ચાંડેરા ઉ.વ.૩૬ ધંધો પ્રો. નોકરી રહે. મેંદરડા સામાકાંઠે ઉમીયા મંદિર સામે (ર) જયદીપ નેભાભાઇ સુવા ઉ.વ.૩પ ધંધો પ્રા. નોકરી રહે. મધુરમ વંથલી રોડ સોમનાથ ટાઉનશીપ બ્‍લોક નં.૪૯ (૩) દિવ્‍યેશ ચુનીભાઇ ધોરાજીયા ઉ.વ.૩૮ ધંધો ખેતી રહે. ઝાંઝરડા ચોકડી, જલારામ મંદિર સામે (૪) મેહુલભાઇ નવનીતભાઇ ત્રિવેદી ઉ.વ.૩પ ધંધો સ્‍કુલવાન રહે. ગીરીરાજ સોસાયટી પ્રમુખ દર્શન એપાર્ટમેન્‍ટ પાસે, બ્‍લોક નં.૩૯ (પ) ગુણવંભાઇ સોમાભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. ઝાંઝ૯રા ગામ વણકરવાસ (૬) મીતલભાઇ પ્રભુદાસભાઇ માણાવદરીયા ઉ.વ.૪૪ ધંધો ખેતી રહે. જનકપુરી સોસાયટી બ્‍લોક નં. એ-ર૧ (૭) ભાવીકભાઇ કાંતિલાલ જાદવ ઉ.વ.રર ધંધો પ્રા. નોકરી રહે. મધુરમ શ્રીનગર સોસાયટી બ્‍લોક નં.૧૦૧. (૮) અજીતભાઇ હરીભાઇ ચુડાસમા ઉ.વ.ર૬ ધંધો પ્રા. નોકરી રહે. ઉપલેટા બસ સ્‍ટેશન પાછળ, સોલંકી દવાખાના પાછળ સામે કાર્યવાહી કરાઇ છે.

 એસઓજીના પોલીસ ઇન્‍સ. એ.એમ.ગોહિલ તથા જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. પી.વી.ધોકડીયા તથા એસઓજીના એએસઆઇ પી.એમ.ભારાઇ તથા પો. હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડેર તથા બાબુભાઇ કોડીયાતર તથા જુનાગઢ તાલુકા પો. સ્‍ટે.ના એ.એસ.આઇ. મેહુલભાઇ મકવાણા તથા પો. હેડ કોન્‍સ. જેતાભાઇ દીવરાણીયા તથા પો. કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડાંગર વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:32 pm IST)