Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વેરાવળમાં જામીન ઉપર છુટેલો ફરાર આરોપી ઝડપાયો

વેરાવળ, તા.૨૨: ગીર સોમનાથ જીલ્લામાં ગુન્‍હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી વચગાળાના જામીન ઉપર મુકત થઇ નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા સારૂ ર્ંગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહજી જાડેજા દ્વારા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જેથી ર્ંમદદનિશ પોલીસ અધિક્ષક  ઓમ પ્રકાશ જાટ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનના ર્ંપોલીસ ઇન્‍સ્‍પેકટર  એસ.એમ.ઇશરાણી તથા પો. હેડ કોન્‍સ. મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્‍સ. -દિપસિંહ વાલાભાઇ તથા નદીમભાઇ શેરમહમદભાઇ તથા -વિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાર્ઇં નાઓએ ર્ંવેરાવળ સીટી પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૧૦૪૬૨/૨૧ આઇ.પી.સી.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૯૫, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૩૩૨, ૩૩૩, ૧૨૦(બી) તથા જી.પી.એકટ-૧૩૫, તથા ડેમેજ ટુ પબ્‍લીક પ્રોપર્ટી એકટ ની ક.ર્૩ં મુજબના ગુનાના આરોપી ર્ંશાહરૂખશા કાળુશા શાહમદાર રહે.વેરાવળ, મફતીયાપર્રાં વાળાઓ ઉપરોકત ગુનાના કામે જુનાગઢ જેલમાં હોય અને ગઇ તા.૧૯/૦૨/૨૦૨૨ થી તા.૨૫/૦૨/૨૦૨૨ સુધીના વચગાળાના ર્ંજામીન ઉપર મુકત થયેલ અને વચગાળા જામીનની મુદત પુરી થતા જુનાગઢ જેલ ખાતે હાજર નહી થઇ અને ફરાર થઇ ગયેલ હોર્યં જેને નાઇટ રાઉન્‍ડ દરમ્‍યાન ર્ંબાતમી હકીકત આધારે પકડી પાડી જુનાગઢ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરેલ છે.

 

(1:23 pm IST)