Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જામનગરના સાપર ગામે સવા લાખની ચોરી

જામનગર, તા.૨૨: સાપર ગામે દલીતવાસમાં રહેતા ધનજીભાઈ હરજીભાઈ ભાંભી, ઉ.વ.૬૦ એ સિકકા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ધનજીભાઈના બંધ રહેણાક મકાનમાં કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા ર૦,૦૦૦/- તથા એક સવા તોલાનો સોનાનો ચેન તથા પાનવાળી કાનની બુટીની જોડ તથા સોનાના પાટલા તથા સોનાની વીટીઓ નંગ-૩, સોનાના હિરા નંગ-૬, તથા ચાંદીના સાકળા મળી રોકડા રૂપિયા તથા સોના ચાદીના દાગીના મળી કુલ રૂપિયા ૧,ર૦,૦૦૦/- ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

રોંગસાઈડમાં આવતા રીક્ષા ચાલક સાથે બોલાચાલી

અહીં બેડી ઈકબાલ ચોક, ઈકબાલ હોટલની બાજુમાં રહેતા મોહિતભાઈ ખેરાજભાઈ ચાવડા, ઉ.વ.૧૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્‍વર ફાયર સ્‍ટેશન સામે, વાલસુરા રોડ પર ફરીયાદી મોહિતભાઈ તેમના મીત્ર સાથે મોટરસાયકલ લઈ ને વોટર વર્ક શાખા થી બહાર વાલસુરા રોડ પર મસાલો ખાવા જતા હતા ત્‍યારે બેડેશ્‍વર ફાયર સ્‍ટેશન સામે વાલસુરા રોડ પર આરોપી ઈરફાન અકબરભાઈ કેર તેમની છકડો રીક્ષા રોંગ સાઈડમાં ચલાવી કાવો મારતા ફરીયાદી મોહિતભાઈ તેમને સમજાવવા જતા આરોપી ઈરફાન એકદમ ઉશ્‍કેરાઈ જઈ ગાળો બોલી ગળુ પકડી ઢીકાપાટુનો માર મારી પોતાના છકડો રીક્ષામાં રહેલ સ્‍ટીલનો ગ્‍લાસ વડે ફરીયાદી મોહિતને નાકના ભાગે એક ઘા મારી નાકની ડાબી બાજુ તથા હોઠના ઉપરના ભાગે ટાંકાઓ તેમજ ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી ધમકી આપી ગુનો કરેલ છે.

૩૧ હજારની ઘરફોડી

અહીં વિકટોરીયા પુલ, ભારતીય પેટ્રોલ પંપ સામે, ગોમતીપુરમાં રહેતા શંકરલાલ મહેરચંદ અડવાણી, ઉ.વ.પ૦ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી શંકરલાલના ઘરનું મેઈન દરવાજાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટના લોકર તોડી તેમાં રહેલ ડોકયુમેન્‍ટ જેમાં આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્‍સ તથા રોકડા રૂ.૩૧,પ૦૦/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દુકાનના તાળા તૂટયા

અહીં અંબાવિજય સોસાયટી, ગીતા વિધાલય પાસે, પંચવટી બેડી રોડ માં રહેતા કપીલભાઈ રાજેન્‍દ્રકુમાર ફાફડીયા, ઉ.વ.૪પ એ સીટીભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કપીલભાઈની ગ્રેઈન માર્કેટમાં રાજેન્‍દ્રકુમાર એન્‍ડ કંપની નામની અનાજ કરીયાણાની દુકાનના ઉપર ના માળેથી સીમેન્‍ટનું પતરુ તોડી અંદર પ્રવેશી નીચેની ગ્રાઉન્‍ડ ફલોરની દુકાનમાં પ્રવેશવા સીડીનું દરવાજાનું પતરુ તોડી સીડી વાટે નીચે ઉતરી દુકાનના કેસ કાઉન્‍ટર ટેબલના ખાનાનો લોક તોડી તેમાં રાખેલ રોકડા રૂપિયા આશરે ૪૩,૦૦૦/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઝાખર ગામે જુગાર

જામનગર : મેઘપર પોલીસ સ્‍ટેશમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  ઝાખર ગામ આપતકાલીન સેન્‍ટર પાસે આવેલ બાવળની કાટમાં આરોપી હનીફભાઈ હારુનભાઈ સંઘાર, હિતેશભાઈ રાજુભાઈ ધોળકીયા, પ્રદિપસિંહ ઉર્ફે પદીયો જટુભા જાડેજા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૧૬૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:33 pm IST)