Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ધ્રોલ મહેતા એજયુકેશન-ગર્લ્‍સ હાઇસ્‍કુલના પ૦માં વર્ષ પ્રવેશ નિમિત્તે રાઘવજીભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને રવિવારે કાર્યક્રમ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા. રર :  સમગ્ર સૌરાષ્‍ટ્રમાં કન્‍યા કેળવણી ક્ષેત્રે આગઉ સ્‍થાન ધરાવતા એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્‍ટ ધ્રોલ તથા ગર્લ્‍સ હાઇસ્‍કુલ પ૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

કન્‍યા કેળવણી ક્ષેત્રે પ૦-પ૦ વર્ષો સુધી શિક્ષણ, સંસ્‍કાર, શિષ્‍ત અને સમાજ અને કુટુંબમાં પણ ઉપયોગી થઇ શકે તેમજ સ્‍વનિર્ભર રીતે આ કન્‍યાઓ રહી શકે તેવા શિક્ષણ આપીને ગ્રામ્‍ય વિસ્‍તારોની હજારો કન્‍યાઓને સુવિધાઓએ પુરી પાડેલ છે.

એમ.ડી. મહેતા એજયુ ટ્રસ્‍ટ દ્વારા પ૦ વર્ષમાં પ્રવેશ પ્રસંગે આ ભવ્‍ય પ્રસંગની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વ પ્રથમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્‍નેહમીલનના કાર્યક્રમનું આયોજન તા. ર૬-૦૬-ર૦રર ના રોજ રાજયનના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને રાખવામાં આવેલ છે, તેમજ મુખ્‍ય વકતા તરીકે લોકભારતી વિદ્યાપીઠ રાણોસરાના કુલપતિ ભદ્રાયુભાઇ વચ્‍છરાજાની હાજરી આપશે.

આ ભવ્‍ય કાર્યક્રમ પ્રસંગેટ્રસ્‍ટના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શુભેચ્‍છકોને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવેલ છે.

(1:24 pm IST)