Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જૂનાગઢમાં ગિરીશભાઇ કોટેચાના નિવાસસ્‍થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી

 જૂનાગઢ : વિશ્વ યોગ દિવસની ઉજવણી ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના નિવાસસ્‍થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં યોગાચાર્ય પ્રતાપભાઇ થાનકી દ્વારા યોગ પ્રાણાયામ કરાવ્‍યા હતા. આ યોગ દિવસની ઉજવણીમાં જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારો નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(1:25 pm IST)