Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

તુમ શાંતિ - સર્ર્પિણી કા સારા વિષ સ્‍વયં પચાકર ચલે ગયે, ખુદકો ન બચા પાયે લેકીન, કાશ્‍મીર બચાકર ચલે ગયે

રાષ્‍ટ્રની એકતા - અખંડિતતા માટે શ્‍યામાપ્રસાદ મુખર્જીનું જીવન સમર્પિત : કાલે બલિદાન દિન

પ્રદીપ ખીમાણી વર્ણવે છે બલિદાનની ગૌરવગાથા : જમ્‍મુ કાશ્‍મીર અને લદાખમાં નવા યુગનો આરંભ

    રાજકોટ, તા. ૨૨ : ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જીનો જન્‍મ તા. ૬.૭.૧૯૦૧ના રોજ થયો હતો. માતળભૂમિ માટે તેમણે              તા. ૨૩.૬.૧૯૫૩ના દિવસે બલિદાન આપી આપ્‍યું હતું. આગામી તા. ૨૩ જૂનના રોજ તેમનો બલિદાન દિવસ (સ્‍મળતિ દિવસ) છે. ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જીને શ્રધ્‍ધા સુમન અર્પણ કરતાં ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્‍યું છે કે ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્‍મીરને બચાવનાર મહામાનવ..... એક શહીદ. બહુ જ ટૂંકા જીવન દરમિયાન ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી ત્‍યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મૂકી ગયા.
 ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી શ્રધ્‍ધા સુમન અર્પણ કરતાં પ્રદિપભાઇ ખીમાણી ઉમેરે છે કે -
 ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી અચ્‍છા શિક્ષણ શાષાી, ઉતમ વહીવટીકર્તા, ઉતમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્‍ટરિયન, આમૂલ દેશભક્‍તિનું પ્રતિક હતા.
 ભારતીય જનસંઘના આ સ્‍થાપક અધ્‍યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્‍દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્‍કળતિ જન્‍માવી હતી. તેમણે કોઈ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સતાનો મોહ એમને કયારેય ડગાવી શકયો નહોતો તેમણે સ્‍વાર્થ માટે સત્‍યનો ભોગ કદી ચડાવ્‍યો નહોતો.
ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જી - શિક્ષણ શાષાી
સ્‍વભાવથી તેઓ શિક્ષણ ક્ષેત્રના માણસ હતા. ૩૩ વર્ષની ઉમરમાં જ કોલકાતા વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ બન્‍યા હતા. તેમના પિતા આશુતોષ મુખર્જી આ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ રહી ચૂકયા હતા. તેમણે પિતાનો વારસો બરાબર જાળવ્‍યો, ભારતની સૌથી જૂની યુનિવર્સિટીના તેઓ સૌથી નાની વયના ઉપકુલપતિ હતા.  પરંતુ નિર્ભયતા, રચનાત્‍મક અભિગમ, સુસ્‍પષ્ટ કલ્‍પનાશક્‍તિ અને યોગ્‍ય આયોજન તથા વ્‍યવહારુ નીતિઓ દ્વારા તેમણે શિક્ષણ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા. પરિણામે કોલકાતા યુનિવર્સિટી દેશની એક અગ્રગણ્‍ય યુનિવર્સિટી બની ગઈ. વર્ષ ૧૯૩૪ થી ૧૯૩૮ના ટૂંકા સમયમાં તેમણે -ાધ્‍યાપકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણશાષાીઓની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી. તેઓ ગોખણિયા શિક્ષણ પધ્‍ધતિથી વિરુદ્ધ હતા. માત્ર નોકરી મેળવવાની દ્રષ્ટિથી ભણતર, થોડા વિષયોની માહિતી વિદ્યાર્થીના મનમાં ઠાંસી- ઠાંસીને ભરવી આપણી મળત્‍યુંજયી સંસ્‍કળતિને ભુલાવી દે એવું શિક્ષણ વગેરે તેમને અભિપ્રેત નહોતું. તેમણે વારંવાર ઘોષણા કરી કે, માત્ર નોકરીની લાયકાત જ નહીં પણ વ્‍યક્‍તિનો સર્વાંગીણ વિકાસ તથા મન, બુધ્‍ધિ અને આત્‍માનો સંતુલિત વિકાસ અને નૈતિક ઉન્નતિ જ શિક્ષણનો સાચો ઉદેશ્‍ય છે. એમનો મંત્ર હતો કે, વિદ્યાર્થીના મનમાં આપણા રાષ્‍ટ્ર, આપણા ઇતિહાસ, આપણી સંસ્‍કળતિ અને સભ્‍યતા -પ્રત્‍યે શ્રધ્‍ધા જાગે તેવું શિક્ષણ આપવું જોઈએ. આ શ્ર્‌ધ્‍ધાનો આધુનિક યુગના જ્ઞાન, વિજ્ઞાન સાથે મેળ બેસાડીને વિદ્યાર્થીને સમર્થ નાગરિક બનાવવાની અને આપણા ગૌરવમય અનુરૂપ ભવ્‍ય ભારતના નિર્માણ માટે સક્ષમ બનાવવાનો સંકલ્‍પ હતો.
 હિન્‍દુ મહાસભા અને ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી
ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી જેવી વ્‍યક્‍તિ રાજકારણમાં આવે ત્‍યારે ત્‍યાં પણ સાંસ્‍કળતિક સંકલ્‍પના સાકાર કરવાનું લક્ષ્ય હોય એ સ્‍વભાવિક છે. કદાચ આ વિચારને લીધે તેમણે હિન્‍દુ મહાસભાનું માધ્‍યમ અપનાવ્‍યું અને તેના અખિલ ભારતીય અધ્‍યક્ષ પદ સુધી પહોંચ્‍યા. ગાંધીજીએ ખિલાબ્‍ત આંદોલનને સમર્થન આપ્‍યું ત્‍યારે તેમણે જબરજસ્‍ત વિરોધ કરીને ચેતવણી આપી કે, આ રીતે ભાઈચારો પેદા નહીં થાય પણ મઝહબી કટ્ટરતાને પ્રોત્‍સાહન મળશે.
 હિન્‍દુઓની સલામતી મુદ્દે નહેરૂ મંત્રીમંડળમાંથી રાજીનામું
વિભાજનમાં અડધા ઉપરાંતનું બંગાળ
પાકિસ્‍તાનમાં ગયું હતું. ત્‍યાંના હિન્‍દુઓની સલામતી વિશે અપાયેલી ખાત્રીઓ તરફ નહેરૂ સરકાર આંખ મિચામણા કરતી હતી. નહેરૂ-લિયાકત સમજૂતિનો તેમણે વિરોધ કર્યા અને    તા. ૮ એપ્રિલ, ૧૯૫૦ના દિવસે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. મંત્રીમંડળમાં રહ્યા હોત અને પં. નહેરૂને સાથ આપ્‍યો હોત તો લાંબો સમય સત્તા સુખ માણી શકયા હોત પણ ડો. મુખર્જી ચાપલુસ નેતા નહોતા. સદનમાં  પં. નહેરૂના દરેક કારનામા સામે દિવાલ બનીને ખડા થઈ જતા. નહેરૂને જવાબ આપવાનું ભારે પડી જતું, તેમણે સરકારમાંથી રાજીનામું આપીને નવો રાષ્‍ટ્રીય પક્ષ સ્‍થાપવાની પ્રવળત્તિ શરૂ કરી. તેમનો જુનો પક્ષ હિન્‍દુ મહાસભા હતો જ પરંતુ ડો. મુખર્જીૅએ કહ્યુ કે, આઝાદી પછી આ દેશમાં વસતો દરેક વ્‍યક્‍તિ ભારતનો નાગરિક બને છે તેથી રાજકીય પક્ષ કોઈની ધર્મ, પંથ, જાતિ, પ્રાંત વગેરે આધારે અવગણના ન કરી શકે. સર્વસમાવેશક પક્ષ જ સર્વાંગિણ વિકાસ દેશનો અને પોતાનો કરી શકે. આ લક્ષ સાથે તેઓ અનેક લોકોને મળ્‍યા.
રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો વિચાર અને જનસંઘની સ્‍થાપના
આર.એસ.એસ.ના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરૂજી (માધવરાવ સદાશિવરાવ ગોલવલકર) સાથેની તેમની મુલાકાતો પરિણામદાયી રહી. હિન્‍દુ રાષ્‍ટ્રનો મુદ્દો ડો. મુખર્જીએ સ્‍વીકાર્યો. હિન્‍દુ રાષ્‍ટ્ર બનાવવાનું નથી તે તો અનાદિકાળથી અસ્‍તિત્‍વમાં છે જ એને મજબૂત બનાવવું અને એ રીતે મુળભૂત સાંસ્‍કળતિક પ્રવાહમાં સમગ્ર દેશને તરબોળ કરીએ તો આપણી ધરતી, આપણી સંસ્‍કળતિ, આપણી પરંપરાને અનુકુળ રાષ્‍ટ્રીય માળખું રચાય. શ્રી ગુરૂજીએ એમની વાત બરાબર સાંભળ્‍યા પછી કહ્યું કે, શું તમને આંશિક રીતે મદદરૂપ થઈ શકુ. થોડા ઘડાયેલા વિચારશીલ કાર્યકતાં હું આપીશ. તે પક્ષનું સંગઠન રચવામાં મદદરૂપ થશે તેમ છતાં અમે ઈચ્‍છીએ ત્‍યારે તેમને પાછા પણ બોલાવી શકીશું. આ સિવાય સંઘ સીધી રીતે કે બીજી કોઈ રીતે રાજકારણ સાથે નહીં સંકળાય. કોઈ રાજકીય પક્ષનું અવલંબન લઈને સામાજીક - સાંસ્‍કળતિક સંગઠન ચાલી ન શકે. આ મુદ્દે સંમતિ સધાયા પછી પં. દીનદયાળ ઉપાધ્‍યાય, શ્રી અટલ બિહારી બાજપાઈ, ડૉ. ભાઈ મહાવીર, શ્રી સુંદસિંહ ભંડારી, શ્રી યજ્ઞદત્તા શર્મા,  શ્રી જગન્નાથરાવ જાશી, શ્રી કુશાભાઉ ઠાકરે, ગુજરાતમાં વસંતભાઈ ગજેન્‍દ્ર ગડકર, મહારાષ્‍ટ્રમાં વસંત ભાગવત જેવા પ્રચારક કક્ષાના કાર્યકર્તાઓ - એક સાથે ની પણ જરૂર પડી તેમ આપ્‍યા.
આ રીતે ઓકટોબર-૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્‍થાપના થઈ. એક એવો પક્ષ જેના મૂળમાં ભારત હોય, આર્થિક સામાજીક રીતે ભારતને અનુકૂળ હોય, ભારતના મુળભૂત દર્શનનો સ્‍વીકાર કરતો હોય અને તેનું આરોપણ શાસન શૈલીમાં પણ કરવા માંગતો હોય છતાં વિશ્વમાં જ્ઞાન વિજ્ઞાનના થઈ રહેલા વિકાસ સાથે કદમ મીલાવવાની ક્ષમતા ધરાવતો હોય, સંકુચિત ન હોય પણ સર્વસમાવેક્ષક હોય તેવો પક્ષ દેશને આપ્‍યો. ૧૯૫૧ની પહેલી ચૂટણીમાં જ લોકસભામાં ૩ (ત્રણ) સાંસદો અને લગભગ ૬ ટકા મત મેળવીને તે માન્‍ય પક્ષ બચો. હિન્‍દુ મહાસભાના ૪ (ચાર) અને રામ રાજ્‍ય પરિષદના પણ ૩ (ત્રણ) સદસ્‍યો હતા. ડો. મુખર્જીૅએ કેટલાંક સક્ષમ અપક્ષો તથા અનુકૂળ વિચારના રાજકીય સાંસદો સાથે સંસદમાં ‘‘નેશનલ ડેમોક્રેટીક પાર્ટી'' બનાવી અને જોતજોતામાં તેના ૩૨ (બત્રીસ) સભ્‍યો થઈ ગયા. એક સંયુકત કાર્યક્રમ ઘડી કાઢયો. વિરોધ પક્ષ તરીકે માન્‍યતા અને અધિકાર -ાપ્ત કરવા ઓછામાં ઓછા પ (પચાસ) સભ્‍યો જોઈએ. પ્રજા સમાજવાદી પક્ષના અશોક મહેતાએ ડેમોક્રેટીક મોરચાને ટેકો જાહેર કરતાં એ કમી પૂરી થઈ અને ડો. મુખર્જી પહેલી ચૂંટણી પછી બનેલી સરકારમાં વિરોધ પક્ષના માન્‍ય નેતા બન્‍યા. સૌને સાથે રાખીને દેશની ઉન્નતિ માટે ગઠબંધનનું રાજકારણ શરૂ કરવાનો યશ પણ ડો. મુખર્જીૅને મળે છે.
 આપ કાશ્‍મીર કે લિયે પસીના બહાઈએ
દેશની એકતા અને અખંડિતતા માટે ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જીએ મોત સ્‍વીકાર્યું. સમાધાન ન કર્યું. કાશ્‍મીરનો ક્‍લમ-૩૭૦ મુજબ અલગ દરજ્જો તેમને માન્‍ય ન હતો. કાશ્‍મીરનું અલગ બંધારણ, અલગ ધ્‍વજ, ભારતને સમાંતર વડાપ્રધાન (વજીરે આઝમ) અને રાષ્‍ટ્રપતિ (સદરે રિયાસત) ના હોદા તેમને માન્‍ય નહોતા.  લદાખના નેતા શ્રી કુશક બકુલાએ કારમીરના ભારત સાથેના સંપૂર્ણ વિલીનીકરણને સમર્થન આપ્‍યું. તે પહેલાં જમ્‍મુ-કાશ્‍મીર પ્રજા પરિષદે આ માંગણી સાથે આંદોલનનો આરંભ કર્યો હતો. પં. ેપ્રેમનાથ ડોગરા તેના પ્રમુખ હતા, તેના સંઘર્ષના ત્રણ તબક્કા હતા : ૧) વર્ષ ૧૯૪૮નો, ૨) વર્ષ ૧૯૫૦- ૫૧ અને ૩) વર્ષ ૧૯૫૧-૫૩નો. ડો. મુખર્જીૅની આગેવાની હેઠળ ભારતીય જનસંઘે તેને સમર્થન આપ્‍યુ હતું. ‘એક દેશમેં દો વિધાન (બંધારણ), દો નિશાન (ધ્‍વજ), દો પ્રધાન નહી ચલેંગે, નહીં ચલેંગે 'નો નારો સમગ્ર દેશમાં બુલંદ બન્‍યો હતો.
વર્ષ ૧૯૫૨માં પ્રજા પરિષદે યોજેલો સત્‍યાગ્રહ ઘણી રીતે અદ્વિતીય હતો. સરકારે તેને કચડી નાંખવા ભરપુર કોશિષ કરી. પરિષદની માંગણી માત્ર સંપૂર્ણ વિલીનીકરણની હતી. કોઈ આર્થિક કે પક્ષીય માંગ ન હતી. ધરપકડનો દોર ચાલ્‍યો. પં. -પ્રેમનાથ ડોગરાને કારાવાસમાં ધકેલ્‍યા. ૧૮ મહિનાના જેલવાસ પછી મુક્‍ત થયેલા પં. પ્રેમનાથ ડોગરાને ડૉ. મુખર્જી એ કહેવડાવ્‍યુ કે, સમગ્ર દેશને તમારી જબાનમાં કાશ્‍મીરની વાત સમજાવો આમંત્રણ સ્‍વીકારીને પં. પ્રેમનાય ડોગરા આવ્‍યા અને સમગ્ર ભારતમાં ઘુમી વળ્‍યા. તેમની જોશીલી જબાન અને તકિયા કલામ જેવું એક વાકય આજે પણ કાનમાં ગુંજે છે.‘‘આપ કાશ્‍મીર કે લિયે પસીના બહાઈએ, હમ આપકે લિયે ખૂન કા કતરા કતરા બહા દેંગે''ં
ત્‍યારે કાશ્‍મીર જાણે અલગ દેશ હોય એ રીતે ત્‍યાં જવા પરમીટ લેવી પડતી. આ પરમીટ પ્રથા ભારતની નહેરૂ સરકારે લાદી હતી. ડો. મુખર્જી એ એનો ભંગ કરીને કાશ્‍મીરમાં પ્રવેશવાની ઘોષણા કરી. કાનપુર ખાતે ચાલી રહેલા જનસંઘના અધિવેશનમાં પ્રજા પરિષદનું પ્રતિનિધિ મંડળ તેમને મળ્‍યુ તે પછી આ ઘોષણા થઈ હતી. ડો. મુખર્જી એ ભારતના વડાપ્રધાન અને કાશ્‍મીરના વજીરે આઝમ (મુખ્‍યમંત્રી) શેખ અબ્‍દુલ્લાને તેની જાણ કરી. અબ્‍દુલ્લાએ જવાબ આપ્‍યો કે, તમારા આવવાથી કોઈ ફરક નહીં પડે. ડો. મુખર્જી એ જમ્‍મુ કાશ્‍મીરની પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરવા માટે ત્‍યાં જવા માંગુ છું એમ કહ્યું હતું. ઉશ્‍કેરાટ ઘટે તેવા પ્રયત્‍નો કરવા કાશ્‍મીર આવું છુ. આપને પણ મળવું છે એવું લખ્‍યું હતું પણ શેખ અબ્‍દુલ્લાએ ઇન્‍કાર કર્યો, ડો. મુખર્જીએ કહ્યું કે, શેખ સાહેબ ન મળવું હોય તો ન મળે હું તો જઈશ. ૧૯૫૩ના મે મહિનાની ૧૧ તારીખે તેમણે પંજાબથી માધોપુર જઈ રાવી નદીનો પુલ ઓળંગવાનો પ્રયાસ કર્યો ત્‍યારે સંઘના તત્‍કાલિન સરસંઘચાલક શ્રી ગુરૂજીએ તાર કરીને તેમને કાશ્‍મીર ન જવા સાલાહ આપી હતી. પણ એ તાર પહોંચે તે પહેલાં તેઓ રવાના થઈ ચૂકયા હતા. શ્રી ગુરૂજીને કદાચ અણસાર આવી ગયો હતો કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. શ્‍યામાપ્રસાદજી કારમીરથી પાછા નહીં આવે.
 પરમીટ પ્રથા ભારતે શરૂ કરી હતી. તેના ભંગ સામે ભારત સરકારે જ પગલાં લેવા જાઈએ. સૌ માનતા હતા કે, પંજાબમાં જ તેમની ધરપકડ થશે પણ સૌના આ?ર્ય વચ્‍ચે નહેરૂ સરકારે તેમને રોકયા નહી. માધોપુરનો પુલ પાર કરતાં જ જમ્‍મુ કાશ્‍મીર સરકારે તેમની ધરપકડ કરી. ભારતની સર્વોચ્‍ચ અદાલતનું કાર્યક્ષેત્ર ત્‍યારે જમ્‍મુ-કાશ્‍મીર સુધી પહોંચતું ન હતું. મતલબ એ કે ભારતના ન્‍યાયતંત્રની પહોંચ બહાર તેમને ધકેલવામાં આવ્‍યો અને એક સાજા સારા સ્‍વસ્‍થ નેતાનું શબ જ પરત આવ્‍યુ.
તેમને નગર થી દૂર પર્વતીય ક્ષેત્રના એક અવાવરૂ જેવા ડાક બંગલામાં રાખવામાં આવ્‍યા હતા. આવી એકાંત જગ્‍યા એક રાષ્‍ટ્રીય નેતાની અટકાયત માટે કેમ પસંદ થઈ ? એ એક સવાલ છે તેમની સાથે પ્રસિદ્ધ લેખક વૈધ ગુરૂદત આવ્‍યા હતા. તેમણે પાછળથી કહેલા એક સંસ્‍મરણ મુજબ આ ડાક બંગલામાં જ શેખ અબ્‍દુલ્લા અને પં. જવાહરલાલ નહેરૂ આવેલા. વૈદ્ય ગુરુદત્તે તેમને કમ્‍પાઉન્‍ડમાં ટહેલતા જોયા હતા, પરંતુ પં. નહેરૂએ શ્‍યામા પ્રસાદ મુખજીયૅને મળવાનું પણ મુનાસીબ નહોતુ માન્‍યું. શા માટે ? ડો. મુખર્જીને પ્‍લુરસીનું દર્દ હતું. અમુક દવાઓ લેવાની તેમના ફેમીલી ડોકટરોએ ના પાડી હતી. તેમની તબિયત બગડી ખૂબ પીડા શરૂ થઈ. નજીકમાં જ લશ્‍કરી છાવણી અને દવાખાનુ હતુ, લશ્‍કરી દવાખાનામાં લઈ જવાની માંગણી ઠુકરાવીને તેમને એક ખખડધજ જીપમાં દૂરની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા. વૈઘ ગરૂદત્તને તેમનાથી અલગ કરી દેવામાં આવ્‍યા.
આવાં સત્‍યાગ્રહોમાં અટકાયત પછી સામાન્‍ય રીતે સત્‍યાગહીને છોડી દેવાય છે અને કયારેક દૂરના સ્‍થળે મૂકી આવવામાં આવે છે. જમ્‍મુ-કાશ્‍મીર સરકાર ધરપકડ પછી તેમને ફરી ભારતની હદમાં છોડી દઈ શકી હોત પણ તેમ થયું નહીં. સરકારના ઈરાદા શુધ્‍ધ નહોતા એવી શંકાથી બેરીસ્‍ટર ઉમાશંકર જોશી (સાંસદ પણ હતા) શ્રીનગર ગયા અને ત્‍યાંની હાઈકોર્ટમાં અટકાયત વિરૂધ્‍ધ અરજી કરવાની તૈયારી કરી. જમ્‍મુ કાશ્‍મીર સરકારના જ એક માણસે તેમને કંઈક ખોટુ થઈ રહ્યું હોવાનું અને વહેલી તકે ડો. મુખજીયૅને મળી લેવા અને તેમની મુક્‍તિ માટે કાનૂની પગલાં લેવા સલાહ આપી. ઉમાશંકરજી તેમને મળ્‍યા અને આવતીકાલે સવારે કોર્ટમાં સુનાવણી હોવાની માહિતી આપી. પણ તેમને કયાં ખબર હતી કે, ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી બીજા દિવસનો સૂર્યોદય જોવાના નથી ! ૨૩ જૂન, ૧૯૫૩ નાં દિવસે તેમણે વિદાય લીધી.
 (૧) પરમિટ પ્રથા નાબૂદ થઈ. (૨) ભારત સાથે જમ્‍મુ - કાશ્‍મીરનું એકીકરણ થયું. (૩) ભારતનો રાષ્‍ટ્ર ધ્‍વજ જમ્‍મુ - કાશ્‍મીરમાં પણ ફરકતો થયો, (૪) વજીરે આઝમ - હવે મુખ્‍યમંત્રી અને સદરે રિયાસત - ગવર્નર કહેવાયા,
(૫) ભારતની સર્વોચ્‍ચ અદાલતનું કાર્યક્ષેત્ર જમ્‍મુ કાશ્‍મીર સુધી વિસ્‍તર્યું (૬) ભારતના ચૂંટણી પંચને પણ ચૂંટણી પ્રક્રિયા સંભાળવાનો મર્યાદિત પણ અધિકાર મળ્‍યો. હજી ભારતનું ચૂંટણી પંચ ત્‍યાં મતવિસ્‍તારોનું પુનર્ગઠન   (ડી લીમીટેશન) કરી શક્‍તું નથી. પણ ચૂંટણી પ્રક્રિયા તેને હસ્‍તગત થઈ. (૩)  ભારતના કેટલાંક કાયદા જમ્‍મુ-કાશ્‍મીરને પણ લાગુ થયા.
આ અને તે પછી થયેલા ફેરાફારો ડો. મુખર્જીના બલિદાનને આભારી છે. તેમણે ખુદ મળત્‍યુને આલિંગન કરીને કાશ્‍મીર બચાવ્‍યું. પાછળથી પ્રજા પરિષદ જનસંઘમાં ભળી ગઈ. પં. પ્રેમનાથ ડોગરા તેના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પણ બન્‍યા.
સપનુ થયું સાકાર
રાષ્‍ટ્રની એક્‍તા અને અખંડિતતા માટે ક્‍લમ ૩૭૦ અડચણરૂપ હતી. જમ્‍મુ કાશ્‍મીરને આ કલમ શેષ ભારતથી અલગ રાખતી હતી. કેટલાક સ્‍વાર્થી લોકોએ ૭૦ વર્ષ સુધી આ કલમને સાચવી રાખી. કલમ-૩૭૦ અને કલમ-૩૫એ  જમ્‍મુ-કાશ્‍મીરને અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્‍યવસ્‍થાઓને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્‍યું નહતું. પાકિસ્‍તાન દ્વારા આ બંને કલમોનો ઉપયોગ દેશની વિરૂધ્‍ધ કેટલાક લોકોની ભાવનાઓને ભડકાવવા માટે એક શષા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં લગભગ ૪૨,૦૦૦ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્‍યો છે.
કલમ ૩૭૦ના કારણે કાશ્‍મીરમાં આતંકવાદ અને અલગતાવાદનો ભોરિંગ મોટો થતો ગયો. આ કલમના લીધે જમ્‍મુ - કાશ્‍મીરનો પણ વિકાસ ન થયો. પ્રદિપભાઇ ખીમાણીએ આ બાબતે જણાવ્‍યું છે કે ડો.શ્‍યામા-સાદ મુખર્જીનું સપનું હતું, કલમ ૩૭૦ રદ થાય અને એ માટે જ એણે પોતાનું બલિદાન આપ્‍યું હતું. અંતે શ્‍યામાપ્રસાદ‘નું સપનું ૭૦ વર્ષે સાકાર થયું. ભારતીય જનતા પાર્ટીની પર્ણ બહુમતીવાળી સરકાર કેન્‍દ્રમાં આવી.  વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી અને ગળહમંત્રી  અમિતભાઇ શાહની દ્રઢ રાજકીય ઈચ્‍છા શક્‍તિના પરિણામે ક્‍લમ ૩૭૦ રદ થઇ અને ડો. શ્‍યામાપ્રસાદનું સપનું અધુરું હતું તે પૂર્ણ થયું. સિત્તેર વર્ષથી દેશ આ ઐતિહસિક પળની રાહ જોઇ રહ્યો હતો.
૩૭૦ કલમ રદ કરવાનો નિર્ણય એ દેશની એક્‍તા અખંડિતતા અને દેશહિતમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય છે.
જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખ તથા સંપૂર્ણ રાષ્‍ટ્ર માટે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઇ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇતિહાસ રચ્‍યો છે. મોદી સરકાર દ્વારા કલમ ૩૭૦ રદ કરવાનો તેમજ જમ્‍મુ કાશ્‍મીર અને લદ્દાખને બે કેન્‍દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય જે દ્રઢતાથી લીધો એ રાષ્‍ટ્રની એકતા - અખંડિતતા માટે ઐતિહાસિક સાબિત થશે.
 જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગરિકોના હક એક સરખા છે અને જવાબદારી પણ એક સરખી જ છે. હવે એક દેશમાં બે સંવિધાન અને બે ધ્‍વજની બાબત ભૂતકાળ બની ગઇ. ક્‍લમ ૩૭૦ દેશની એકતા અખંડિતતામાં બાધક હતી અને એને રદ કરવા માટે જનસંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ      ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીએ તેમજ લાખો દેશભક્‍તો, સેંકડો કાર્યકર્તા, હજારો વીર સૈનિકો એ પોતાના પ્રાણની આહૂતિ આપી છે.
કવિયત્રી શ્રી ડૉ. ઉર્મીલાએ એક કાવ્‍યમાં લખ્‍યું.
 તુમ શાંતિ - સર્પિણી કા સારા, વિષ સ્‍વયં પચાકર ચલે ગયે,
 ખુદ કો ન બચા પાયે લેકિન, કાશ્‍મીર બચાકર ચલે ગયે.
ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દીવસે તેમને વંદન તેમ પ્રદીપ ખીમાણી જણાવે છે.

 

(1:26 pm IST)