Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

કુલ રૂ.૨૬,૯૨૫ ના મુદામાલ સાથે આરોપી મહેશભાઈ વજાભાઈ ખીટ અને કિશન પોપટભાઈ ખીટને ઝડપી પાડ્યા

મોરબીના માધાપર વિસ્તારમાં રહેણાંક મકાનમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના માધાપર શેરી ૨૦ માં રહેતા મહેશભાઈ વજાભાઈ ખીટએ પોતાના રહેણાક મકાનમાં વિદશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૩ કીમત રૂ.૨૩.૩૨૫ તથા બીયરના ટીન નંગ-૩૬ કીમત રૂ,૩૬૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૬,૯૨૫ સાથે આરોપી મહેશભાઈ વજાભાઈ ખીટ અને કિશન પોપટભાઈ ખીટને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:41 pm IST)