Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ

આરોપી કાળુભાઈ લાભુભાઈ ઘામેચા લગ્ન કરવાના તેમજ જાતીય સતામણી કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ

મોરબી તાલુકા પંથકમાંથી એક શખ્સ સગીરાનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી (ઉ.૧૫ ૧૦ મહિના ૨૧ દિવસ) ને આરોપી કાળુભાઈ લાભુભાઈ ઘામેચા લગ્ન કરવાના ઈરાદે જાતીય સતામણી કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:04 am IST)