Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબી જીલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના હોદેદારોની નિમણુક: સંગઠન માળખામાં સાત ઉપ પ્રમુખ અને સાત મહામંત્રીની વરણી કરાઈ

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ, હડીયલ અનિલભાઈ મલાભાઈની નિમણુંક

મોરબી જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. સંગઠન માળખામાં સાત ઉપ પ્રમુખ અને સાત મહામંત્રીની વરણી કરાઈ છે

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ, હડીયલ અનિલભાઈ મલાભાઈ, ઉપ પ્રમુખ તરીકે માંડવીયા વસંતભાઈ પોપટભાઈ, દેગામા અવચરભાઈ ગોવિંદભાઈ, સિંહોરા હેમંતભાઈ છગનભાઈ, સીચણાદા ચંદુલાલ જગજીવનભાઈ, મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ, ધરોડીયા ધર્મેન્દ્રભાઈ હરખજીભાઈ, દલવાડી હરખાભાઈ રૂગનાથભાઈની નિમણુંક કરવામાં આવી છે.

જ્યારે મંત્રી તરીકે, મીસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભુદરભાઈ, નગવાડીયા જીજ્ઞેશભાઈ કાંતિલાલ, ડાંગર અજીતભાઈ ગાંડુભાઈ, વામજા હર્ષદભાઈ કરમશીભાઈ, પાંચીયા છાનાભાઈ હીરાભાઈ, હુંબલ રાજેશભાઈ આપાભાઈ, નીમાવત જયસુખભાઈ પ્રભુદાસભાઈ, કોષાધ્યક્ષ પદે માણસુણીયા રમેશભાઈ કાનજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે સાબળીયા જયંતિભાઈ જીવાભાઈનો નિમણુંક કરવામાં આવી છે

(1:07 am IST)