Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના ચાંચાપર ગામે ભાલોડિયા પરિવાર દ્વારા મૃતકની સ્મતિમાં ૧૫૦૦ વૃક્ષ વાવી ભાવાંજલિ.

મોરબી તાલુકાના ચાંચાપરના ભાલોડિયા પરિવારે મૃતકની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષ વાવી તેના પૂર્ણ ઉછેરનો સંકલ્પ કર્યો હતો. મૂળ ચાંચાપરના અને હાલ મોરબી રહેતા ભાલોડિયા પરિવાર ( એક્સેલ પરિવારના) સ્વ. વજીબેન જેઠાભાઈ ભાલોડિયા ને અંજલિ આપવા પરિવારજનો દ્રારા માદરે વતન ચાંચાપર ખાતેના ગામતળ અને સીમતળમા ૧૫૦૦ જેટલા વૃક્ષ વાવવાનો શુભારંભ ઉધોગપતિ પ્રવીણભાઈ ભાલોડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે જેઠાલાલ રવજીભાઈ પરિવારના સુરેશભાઈ તેમજ અશોકભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નાનકડા ગામ માટે આ બહુ ભગીરથ કાર્ય ગણાવ્યું હતું અને ગ્રામજનોએ તેમનો આભાર માનવા સાથે પ્રશંસા કરી હતી. વૃક્ષો વાવવા સાથે તેને ઉછેર કરવાનું કાર્ય કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ તમામ ૧૫૦૦ વૃક્ષો વાવી તેને ઉછેર કરાશે જેને પરિવાર દ્વારા વૃક્ષ દીઠ રૂ ૯૦૦ નું યોગદાન આપશે.
આ તકે પ્રવીણભાઈ ભાલોડિયા એ જણાવ્યુ હતુકે, નાના ગામમાં આટલા મોટા પ્રમાણમાં વૃક્ષ વાવવાથી ગામ નંદનવન બનવા સાથે ઓકિસજન પાર્ક બની જસે આજે જીવનમાં વૃક્ષ નું કેટલું મહત્વ છે તે હમણાં ઉભી થયેલ ઓક્સિજનની અછતે આપણને બતાવી આપ્યુ. વૃક્ષ ઓકિસજન અપવા સાથે જીવનરક્ષક છે. ગામે ગામ જો  આવા સંકલ્પ કરવામાં આવે તો દરેક ગામ નંદનવન બની જાય. લોકોની તંદુરસ્તી નું સ્તર પણ ખુબ વધી જાય. ભાલોડિયા પરીવારના આ કાર્યની ખુબ ખુબ પ્રશંસા કરવા સાથે સર્વોત્તમ અને અનુકરણીય ગણાવ્યું હતું.
સદભાવના ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈએ પણ આ કાર્યની પ્રશંસા કરવા સાથે ગામ તળ અને સિમતળમાં ગાંડા બાવળ દુર કરી વૃક્ષો વાવવા અપીલ કરી હતી. આ તકે ગામના અગ્રણી પ્રવીણભાઈ કસુન્દ્રા, માજી ફોરેસ્ટ ઓફિસર વસનાની, પૂર્વ સરપંચ ભુદરભાઈ ભાલોડિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:25 am IST)