Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના વાઘપર ગામે કિર્તા બાલ વાટીકાનું લોકાર્પણ કરાયું

સદગત કિર્તાબેનની યાદમાં એમના પરિવારજનો દ્વારા બાલવાટીકાનું નિર્માણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ :બાલવાટીકા નિર્માણમાં અવનવી રાઈડ,બાકડાઓ તેમજ વિવિધ ફુલછોડ સજાવટનો માટે ૬(.છ)લાખથી વધુનો ખર્ચ કરાયો

 મોરબી કૈલા કિર્તાબેન રજનીભાઇ જાદવજી ભાઇની. આજથી  ૩ મહિના પહેલા એટલે કે ૧૨/૪/૨૧ ના રોજ કોરોના મહામારી દરમિયાન અવસાન થયું હતું રજનીના ધર્મપત્ની સ્વ:કિર્તા (ઉ.વ ૩૫)ના અવસાનના સમાચાર સાંભળીને રજનીભાઈ નું હદય ધબકારો ચૂકી ગયું .મન વાત સ્વીકારવા તૈયાર ન હતું ,પણ ભગવાન ને ગમ્યું તે ખરું
  ત્યારબાદ  રજનીભાઇ દ્વારા ગામલોકોને એવો વિચાર કહેવામાં આવ્યો કે આપણે એવું કંઇક સ્વ: કિર્તા ની યાદમાં બનાવવું છે.જેની સ્મૃતિ કાયમી જળવાઈ રહે અને સ્વર્ગમાં તેનો આત્મા શાંતિ પામે. આ વિચારની ફળશ્રુતિ રૂપે સૌએ  કહ્યું કે પાટીદાર સમાજવાડીના પ્રાંગણમાં એક બાલવાટિકા બનાવીએ તો? એવી વાત રજનીભાઇને જણાવી, જે વાતને વધાવી લેવામાં આવી અને જે પણ ખર્ચ થાય એની ચિંતા કર્યા વગર બાળકોને સારામાં સારી બાલવાટિકા બનાવી આપવાનું નક્કી કર્યું,સત્વરે આ કામ ચાલુ કરવામાં આવ્યું.અને વાઘપર મેનેજમેન્ટ ટીમ દ્વારા જે પણ જરૂરીયાત કહેવામાં આવી તે પુરી કરવામાં આવી.અને વાઘપર ગામના લોકો,પટેલ સમાજવાડી ની સમીતી યુવા ટીમ અને ખાસ વાઘપર એજ્યુકેશન ગ્રૂપના સૌ મિત્રોનો સહકાર હરહંમેશ ખડે પગે રહ્યા આ બાલવાટિકાની ડિઝાઇન દિલીપ બાવરવા દ્વારા  અને વહિવટ,વ્યવસ્થા સંભાળવા માટે  ઘણા મિત્રોનો સહયોગ મળ્યો. અને તા ૨૦/૭/૨૧ ના રોજ વતન વાઘપર ગામના બાલદેવોને બટુક ભોજન અને રામધૂન (ભુપત મારાજ)ના કાર્યક્રમ સાથે લોકાર્પણ કરવાનો અવસર યોજવામાં આવ્યો હતો જેમાં અગ્રણી ઉદ્યોગપતિ ડી.સી.પટેલ જીલોટ ગ્રૂપ

 બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય, મોરબી અજયભાઈ લોરીયા ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મોરબી,વિનોદભાઈ લોરીયા ડિરેકટર મોરબી માર્કેટિંગ યાર્ડ કિરીટભાઈ અંદરપા પ્રમુખ ટંકારા તાલુકા ભાજપ કેશવજીભાઈ કડીવાર સરપંચ વાઘપર ગ્રામ પંચાયત સરોજબેન ડાંગરોચા ચેરમેન મહિલા અને બાળ કલ્યાણ મો.જી.પ.વિપુલભાઈ આઘારા રાજકોટ વિભાગ સહ કાર્યવાહક આર.એસ.એસ. દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો વગેરેની ઉપસ્થિતમાં કિર્તા બાલવાટીકા નો લોકાર્પણ કરવામાં આવ્યું.

  આ પ્રસંગે બટુક ભોજન તેમજ ગ્રામજનો અને મહેમાનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કારણે સ્વ કિર્તાબેન કૈલાનો આત્મા જ્યાં હસે ત્યાંથી મૂક આશીર્વાદ વરસાવશે અને બાળકો માટે કરેલ કલ્યાણકારી ગમતી બાલવાટીકા નિર્માણ કરવા બદલ સૌ કોઈ એવું ઉદબોધન ઉપસ્થિત લોકોએ પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વાઘપર ગામમાં આવું સુંદર કાર્ય કરવા બદલ કિર્તાબેનના પરિવારજનોનું બહુમાન કર્યું હતું બાલવાટીકાના ડિઝાઈનર તેમજ વ્યવસ્થાપક તરીકે ગામના યુવાનો તેમજ દિલ બાવરવા શિક્ષક અને રજનીભાઈના મિત્રે ખુબજ જહેમત ઉઠાવી હતી.

(11:35 am IST)