Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વાંકાનેરમાં પુ. રણછોડદાસજી બાપુના આશ્રમે શનિવારે ગુરૂ પૂર્ણિમા ઉજવાશે-સાંજે પાદુકા પુજન-પ્રસાદ પેકેટ વિતરણ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રરઃ પ. પુ. સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુના સ્મૃતિ મંદિર ''સદ્દગુરૂ આનંદ આશ્રમ'' ખાતે ર૪-૭-ર૦ર૧ને શનિવારે ગુરૂ પૂર્ણિમાની ભકિતભાવ સાથે ઉજવણી થશે.

કોરોના ગાઇડ લાઇનના પાલનને ધ્યાનમાં રાખી ભંડારો મહાપ્રસાદ બંધ રાખી દર્શન અર્થે આવતા ભાવિકો માટે પ્રસાદ પેકેટની વ્યવસ્થા આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે.

પ્રાંત સ્મરણીય અનંત વિભૂષિત સદ્દગુરૂ સ્વામી પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુના આશ્રમે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે સવારે સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજીબાપુ તથા સદ્દગુરૂદેવશ્રી હરીચરણદાસજી મહારાજની પાદુકા પુજન યજમાન પરિવાર દ્વારા થશે. સાંજે પાંચથી ૭ વાગ્યા સુધી વાંકાનેરનું પ્રસિધ્ધ શ્યામ ધુન મંડળના કલાકારો રામધુન અને સદ્દગુરૂ કિર્તન રજુ કરશે પાંચ વાગ્યાથી સદ્દગુરૂ શિષ્ય પરિવાર અને ભાવિકો માટે દર્શન-પાદુકા પુજન-રક્ષા દોરી તેમજ પ્રસાદ પેકેટની વ્યવસ્થા આશ્રમ ખાતે કરવામાં આવી છે સાંજે સર્વે ભાવિકોને દર્શન-પુજનનો લાભ લેવા ટ્રસ્ટીઓ અને પુજારી શ્રી શાંતિલાલ વ્યાસે અનુરોધ કર્યો છે.

(12:00 pm IST)