Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હળવદ નજીક કેમિકલ ભરેલ ટેન્કરની પલટી

ગાય આડે ઉતરતા અકસ્માત

હળવદ,તા. ૨૨: અહીં ના બાય પાસ હાઇવે ઉપર કંડલાથી જવલનશીલ કિંમતી કેમિકલ ભરીને જઈ રહેલું ટેન્કર હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક પલટી મારી જતા જોખમ સર્જાયું હતું. આ કેમિકલની દુર્ગંધ એટલી તીવ્ર હતી કે આજુબાજુના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ હાઇવે ઉપર હળવદ માર્કેટ યાર્ડ સામે કંડલાથી કેમિકલ ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કર પલટી મારી જતા લાખો રૂપિયાનું કિંમતી અને અત્યંત જવલનશીલ કેમિકલ ઢોળાઈ ગયું હતું. જો કે આ અકસ્માતમાં ટેન્કરચાલકનો આબાદ બચાવ થયો છે.વધુમાં, આ ટેન્કરમાં કંડલાથી એસિડ કેસીડ નામનું કીમતી ૩૦ ટન જેટલું કેમિકલ ભરવામાં આવ્યું હતું અને ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યુ હતું ત્યારે હળવદ હાઈવે પર આવેલ માર્કેટ યાર્ડ સામે વહેલી સવારે ગાય આડી ઉતરતા ટેન્કરચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી ખાઇ જતાં કેમિકલ ઢોળાઈ ગયું હતું અને આ કેમિકલની તીવ્ર દુર્ગંધના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

(12:00 pm IST)