Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

દ્વારકા શારદાપીઠમમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આર્શિવાદથી દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીની નિશ્રામાં યોજાશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રર : અષાઢ સુદ પુનમ તા.ર૪ શનિવારે સવારે ૧૧-૩૦ કલાકે કલાકે કે ભવ્ય ગુરૂપુર્ણિમાં મહોત્સવ ગુરૂવાદી શ્રીશારદાપીઠમ-દ્વારકા ખાતે પરમ પુજય અંનતશ્રી વિભુષિત જયોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્રવરે જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શુભાર્શીવાદ તથા દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીની પ્રેરણા અને બ્રહ્માચારી શ્રીનારાયણાનંદજીની નિશ્રામાં સંપન્ન થવાનું છે.

આ ભવ્ય ગુરૂપુર્ણીમાં મહોત્સવ નિમિતે શ્રીશારદાપીઠ ગુરૂગાદી પર ભગવાન શ્રી દ્વારકાધીશ શિખર પર નુતન ધ્વજા આરોહરણ પુજય શંકરાચાર્યજીનું પાદુકા પુજન, પુજય શંકરાચાર્યજી એવં અન્ય સંતો દ્વારા આર્શીવચન એવં ભોજન પ્રસાદ જેવા ઉત્સવો ઉજવવામાં આવશે.

ઉપરોકત ગુરૂપુર્ણીમાં મહોત્સવ સરકારશ્રીની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે મર્યાદિત ગુરૂભકતો દ્વારા ઉત્સવ ઉજવામાં આવશે.

ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન-ર૦ર૧

અનંતશ્રી વિભૂષિત જયોતિષ્પીઠા ધીરશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્દગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન અષાઢ સુદ પૂનમથી ભાદરવા સુદ પૂનમ તા. ર૪-૭-ર૦ર૧ થી તા. ર૦-૯-ર૦ર૧ સુધી પરમહંસી ગંગા આશ્રમ, ઝૌંતેશ્વર, ગોટેગાંવજ (શ્રીધામ), નરસિંહપુર (મ.પ્ર.)માં સંપન્ન થશે.અનવરત બે માહ સુધી પરમહંસી ગંગા આશ્રમમાં પ્રવાહિત જ્ઞાનગંગામાં સનાન કરવા, ભગવાન ચંદ્રમૌલીશ્વરજીના અભિષેક પૂજા કરવા અને પૂજય સદ્દગુરુદેવ જગદ્દગુરુ શંકરાચાર્યજી મહારાજના દર્શન, પૂજન અને આશીર્વચનના લાભ લેવા માટે આપ સૌ સપરિવાર ઇષ્ટ, મિત્રો સાથે સાદર આમંત્રિત છો.

જગદ્દગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના પરમપ્રિય શિષ્ય દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, શ્રી શારદાપીઠ-દ્વારકા એવં દંડી સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદજી મહારાજ, શ્રી વિદ્યા મીઠ-કાશીનું ચાર્તુમાસ વ્રત અનુષ્ઠાન પૂજય મહારાજશ્રીની નિશ્રામાં સંપન્ન થશે.

(12:02 pm IST)