Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જોડિયાધામ રામવાડીમાં કાલે ગુરૂપૂર્ણિમાની ઉજવણી : પૂ.ભોલેબાબાજીનું પુજન, અર્ચન કરાશે

વાંકાનેર,તા. ૨૨: જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર , 'રામવાડી' ખાતે આગામી ગુરૂપૂર્ણિમા ના તા , ૨૪ મીના શનિવારના રોજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં 'ભોલેબાબાજીના સેવક સમુદાય' દ્વારા સવારે ગુરૂપૂજન , અર્ચદાસ કરવામાં આવશે તેમજ જોડિયા 'રામવાડી'ના મહંત પૂજય સંતશ્રી ભોલદાસજીબાપૂની સમાધિ ખાતે ચરણ પાદુકા નું પૂજય, ગુરૂપૂજન ભકતજનો દ્વારા કરવામાં આવશે તેમજ રામવાડી ગ્રુપના દરેક યુવાનો પૂજન કરશે. આ ઉપરાંત સદગુરૂદેવશ્રી ૧૦૦૮ પૂજયપાદ શ્રી ભોલેબાબાજીના મંદિરમાં બપોરે ૧૨:૦૦ કલાકે ઢોલ , નગારા, અને ઝાલરો , શંખોદ્વારા ભકિતમયના દિવ્ય માહોલમાં પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની 'મહા આરતી' કરવામાં આવશે જે આરતી રામવાડીના ભકતજન શ્રી શનીભાઈ વડેરા ઉતારશે. આરતી બાદ સહું ભકતજનો મહા પ્રસાદ લેશે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે પૂજય બાબાજીના નિજ મંદિરને પુષ્પોથી સજાવટ કરવામાં આવશે તેમજ શનિવાર હોય રાબેતા મુજબ સાંજના શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ 'સુંદરકાંડ'ના પાઠ ભાવિકો કરશે સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરૂપૂર્ણિમાની ઉજવણી થશે તેમ 'ભોલેબાબા સેવક સમુદાય'ની યાદીમાં જણાવાયું છે.

(12:03 pm IST)