Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

લીંબડી હાઇવે ઉપર ત્રિપલ અસ્કમાત : ત્રણને ઇજા : ત્રણ કલાક ટ્રાફિક જામ રહ્યો

 વઢવાણ :લીંબડી-રાજકોટ હાઇવે પર વધુ એક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી નહોંતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી-રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માતની ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સ્થળેથી અકસ્માત થયેલા વાહનોને દૂર ખસેડતા ૨-૩ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુનઃ ધમધમતો થયો હતો.

(12:08 pm IST)