Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જુનાગઢના ભારતી આશ્રમે ગુરૂપૂર્ણિમાં પર્વ ઉજવાશે

પુ. હરિહરાનંદ ભારતીબાપુ દ્વારા ૧૦૮ સેવાભાવી સંસ્થાઓનું સન્માન સંતવાણી ભોજન પ્રસાદ સહિતના આયોજનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ  શ્રી ભારતી આશ્રમ ભવનાથ, જુનાગઢમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી તા. ર૩ ને શુક્રવારે ગાદિપતી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ૧૦૦૮ શ્રી મહંત સ્વામી શ્રી હરીહરાનંદભારતીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવેશ. બ્રહ્મલીન સદ્ગુરૂ મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામીશ્રી વિશ્વંભર ભારતીબાપુની સમાધી પુજન સવારે ૮ થી ૧૦ કોરોના કાળ દરમ્યાન સેવા કરેલ જુનાગઢની ૧૦૮ સેવાભાવી સંસ્થાઓ સન્માન કાર્યક્રમ ૧૦ થી ૧ર ભોજન પ્રસાદ બપોરે ૧ર રાત્રે સંતવાણીનું આયોજન કરેલ છે.

સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ દરેક સેવકો પાલન કરે તેમ શ્રી ભારતી આશ્રમના લઘુમહંતશ્રી મહાદેવ ભારતીબાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:53 pm IST)