Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

બાબરા તાલુકાના ૧૮૦૦ ખેડૂતોને વાવાઝોડામાં નુકશાનીના મળેલ પૈસા તત્કાળ ધોરણે એસબીઆઇ ચુકવે : બાવકુભાઇ ઉંધાડની રજુઆત

બાબરા તાલુકાના અઢારસો ખેડૂતોને બે કરોડ જેટલી રકમ સરકાર દ્વારા મંજૂર કરાય છે એસબીઆઈ બેંક એક મહિનાથી ખેડૂતોને ચુકવતી નથી

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૨૨: અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડા એ સમગ્ર જિલ્લામાં વિનાશ વેરીયો હતો અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવાઝોડાની અસર રહી હતી રાજુલા જાફરાબાદ પંથકમાં મોટી નુકસાની થઈ હતી તેમજ જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાવાઝોડા ના કારણે ખેડૂતોને પાકનુ નુકસાન ફરજા માલ ઢોરના મરણ સહીત ખેડૂતોને નુકસાન થયું હતું તે બાબતે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડે ખેડૂતો વતી રાજય સરકાર માં રજુઆત કરી હતી જેને પગલે સરકાર દ્વારા બાબરા તાલુકાના અઢારસો ખેડૂતોને બે કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા આ રકમ એસબીઆઈ બેંક ના ખાતાં જમા કરાવીયા હતા ખેડૂતો ને બેંક દ્વારા ચુકવવામાં આવતા નથી તે બાબતે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડે અમરેલી જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હતી.

(12:53 pm IST)