Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અમરેલીના મંદિરમાં દર્શન કરવા આવેલ આધેડ શખ્સ ચાંદીનું છતર ખિસ્સામાં મુકી ચોરતો ગયો

અમરેલી તા. રર : ચિત્તલ રોડ ઉપર આવેલ વર્ષોપુરાના શ્રીદત્તમંદિરમાંથી ર૦ હજારની કિમતના ચાંદીના પ૦૦ ગ્રામના છતરની ચોરી થયાની ફરીયાદ થયેલ છે.

ગતા તા. ર૦/૭ નારરોજે સવારે ૯-૩૦ દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સ દર્શન કરવા આવેલ અને મંદિરમાં રંગ અવધુત મારાજની મુર્તી પર રાખેલ પ૦૦ ગ્રામ વજન ચાંદીનું છતર પોતાના શર્ટમાં છુપાવી મંદિર પરીષરમાંથી બહાર નીકળી ગયો હતો મંદિરમાં ચોરી થયાની જાણ થતા સીસીટીવી કુટેજ ચેક કરી આધેડ ઉમરના અજાણ્યા શખ્સ સામે ટ્રસ્ટ મંડળના નિર્ણય બાદ દતમંદિર ટસ્રટના કલાર્ક અતુલ વ્યાસ અધ્યાયક્ષએ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

મારમારી ધમકી

સાવરકુંડલા બગડાવાસમાં રહેતી શીલાબેન ઉર્ફે શીલ્પાબેન હરેશભાઇ બગડાને પતિ હરેશ દેવજીભાઇ બગડા નળંદ લીલીયાબેન ઉમેશભાઇ પારધી, કાંતાબેન પરસોતમભાઇ સેતરાણીયા, મંજુબેન વાજસુરભાઇ વાઘ, રમાબેન, મનુભાઇ ચૌહાણ, વજુબેન દેસાભાઇ બગડાએ કરીયાવર અંગે ત્રાસ આપી ગાળો બોલી મારમારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

તાળા ફંફોળતા

લાઠીમાં રાત્રી દરમિયાન મિલકત વિરૂધ્ધ ગુન્હો કરવાના ઇરાદે દુકાનોના તાળા ફંફોળતા સાહીબ આસીનભાઇ કુરેશી, ઇમરાન આસીનભાઇ કુરેશી, તુષાર રાઠોડ, કલ્પેશ જીતુભાઇ સોલંકીને એ.એસ.આઇ.કે.એમ.વાઢેરએ ઝડપી પાડયા હતા.

ઘરકામ પ્રશ્ને ઠપકો

લાઠીમાં રહેતી ભૌતીકાબેન કિરીટભાઇ મકવાણા ઉ.૧૯ ને તેના પિતાએ ઘરકામ પ્રશ્ને ઠપકો આપતા પોતે પોતાની મેળે લાગી આવતા ગળાફાંસો ખાઇ જત મોત નિપજયાનું મોત પિતા કિરીટભાઇ વલ્લભભાઇ મકવાણાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધુફણીયામાં ચોરી

દામનગરના ધુફણીયા ગામે રહેતા હિંમતભાઇ ગોવિંદભાઇ ઉ.૪પ ના મકાનની વંડી ઠેકીને કોઇ તસ્કરો અંદર પ્રવેશ કરી તા. ર૦/૭ ના સવારે ૮ થી ૧૧ દરમિયાન કબાટના ખાનામાં રાખેલ સોનાનો હાર રૂ.ર૦ હજાર, સોનાની બુટી ૧ જોડ રૂ. પ હજાર, સોનાની સાદી વીટી  ર રૂ.૪ હજાર સોનાનો પારો ૧ રૂ. પ હજાર તેમજ ચાંદીના છડા ૧ રૂ. ૧ હજાર મળી કુલ રૂ.૩પ હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી લઇ ગયાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ પી.એસ.આઇ. વાઇ.પી. ગોહીલ ચલાવી રહ્યા છે.

ઘર વખરીને નુકશાન

બાબરા તાલુકાના નાની કુંડળ ગામે રહેતી સોનલબેન સુભાષભાઇ રાઠોડ ઉ.વ.ર૦ ને બેવર્ષ પહેલા વિજય વાલજીભાઇ રાઠોડ સાથે જગડો થયેલ. જે મનદુઃખ રાખીને વિજય વાલજીભાઇ રાઠોડ, વનરાજ વાલજીભાઇ રાઠોડ, વિપુલ વાલજીભાઇ રાઠોડ, કાળીબેન રાજુભઇ રાઠોડએ ગાળો બોલી મારમારી ઘરવખરીને રૂ. રર૦૦ નુ નુકશાન કર્યાનું નુકશાન કર્યાનું બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બળદેઢીંક મારતા મોત

વડીયાના મોટા ઉજળા ગામે રહેતા રવજીભાઇ પોપટભાઇ લીંબાસીયા ઉ.૮પ તા.૯/૭ ના ઘરેથી વાડીએ આંટો મારવા જતા હતા ત્યારે પાણીના અવેડા નજીક રેઢીયાળ બળદે ઢીંક મારતા પડી જતા છાતી તેમજ માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ જયા સારવાર દરમિયાન મોત નીપજયાનું પુત્ર જગદીશભાઇ લીંબાસીયાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જુગાર રમતા

અમરેલી મોટા કસબાવાડમાં અનવર ઉર્ફૈ ધમો મહમદભાઇ મલેક, ઇબ્રાહીમ સુબ્રતશા શાહમદાર, અબ્દુલ સિકંદરખાન પઠાણ, ઉસ્માન કરીમ મીંયા અયુબ ઇસુબભાઇ રઇશને  જાહેરમાં હારજીતનો જુગાર રમતા પો.કોન્સ. કુલદીપસિંહ સરવૈયાએ રોકડ રૂ.૧૦,ર૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

વાહન હડફેટે મોત

ધારી તાલુકાના જીરાડાભાળી રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે ધરમનભાઇ દાદુલાલ ભાભર ઉ.૧૮ ને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયાની દાદુલાલ હિરાલાલ ભાભરે ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બગસરા તાલુકાના સાપર ગામ નજીક તા.૧૯/૭ ના સવારે ૭-૩૦ કલાકે મુળજીભાઇ ભુત રહે. સાપર પોતાનું ટ્રેકટર જી.જે. ૦૭ બી.એન. ર૩૦૬ પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી સુડાવડ ગામના મુકેશભાઇ બધાભાઇ ખુમાણના બાઇક જી.જે.૦૧ વી.એ.૭૦૬૬ નૂં લઇને બગસરા જતા હતા ત્યારે રસ્તામાં બાઇકને હડફેટે લઇ મુકેશભાઇને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ટ્રેકટર ચાલક મુકીને નાસી ગયાની લાલુભાઇ બાબુભાઇ ખુમાણે બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ખરપીયા વડે માર માર્યો

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા સીમમાં રમેશભાઇ વાલજીભાઇ નાગપરા કોળી ઉ.૪પ અને તેમના પત્ની વાડીએ નીંદામણનું કામ કરતા હતા અને પત્નિ કુદરતી હાજતે જવા ગયેલ ત્યારે શેઢા પાડોશી દુલા પોપટભાઇ પાછળ જતા જવાની ના પાડેલ જેથી ઉશ્કરોઇ હાથમાં રહેલ ખરપીયાવડે રમેશભાઇને માર મારતા પત્નિ વચ્ચે પડતા તેમને પણ ખરપીયા વડે મારમારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જાહેરનામાનો ભંગ

ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના મહિરાજ રાણીગભાઇ જાજડા ઉ.ર૦ ખાંભા આનંદ સોસાયટીમાં આવેલ ક્રિષ્ના માધ્યમિક શાળા પરીક્ષા કેન્દ્રમાં બાઇક લઇ આવી જાહેર નામાનો ભંગ કર્યાની એ.એસ.રફીકભાઇ ડોડીયાએ ફરીયાદ નોંધાવી છે.

ધમકી આપી

મરીન પીપાવાવના ચાંચગામ સિધ્ધરાજભાઇ બિજલભાઇ જેઠવાના ભાઇ લગ્નમાં ડિસ્કો કરતા યુવરાજ વનરાજસિંહને પગ અડી જતા ભાઇને યુવરાજ વનરાજભાઇ ચૌહાણ, હરેશ વિષ્ણુભાઇ ચૌહાણ, સિધ્ધરાજ નરોતમભાઇ ધુંધરવા, હસમુખભાઇ વિષ્ણુભાઇએ મારમારતા ઠપકો આપવા જતા ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુ વડે મારમારી ફેકચર કરી ધમકી આપ્યાની મરીનપીપાવાવ પોલીસ મથકાં ફરીયાદ નોંધાવી છે.

(12:54 pm IST)